Tapi mitra News;કોરોના વાઈરસના વધતા કહેરથી લદાયેલા લોકડાઉનમાં શ્રમિકોને વતન જવા માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં ઓડિશાના ગંજામ જવા નીકળેલા યુવકને પાંડેસરામાં તડકો લાગી ગયો કે અન્ય કારણોસર ચક્કર આવતાં પડી ગયા બાદ સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ૩૨ વર્ષીય શ્રમિકના મોતના પગલે પરિવારના ભરણપોષણ માટે સરકાર પાસે આર્થિક સહાય માંગવામાં આવી છે.
મૃતકના મામા નરેશે જણાવ્યું હતું કે, મૃતક શિલુ જેના પટેલનગર ઉધના પોલીસ ચોકી પાસે રહેતો હતો. તેના લગ્ન થઈ ગયા હતાં પરંતુ સંતાન નથી. શિલુ જેના તેના પરિવારના સભ્યો સાથે વતન જવા માટે મંગળવારે બપોરે પાંડેસરા બસની રાહમાં ઉભો હતો. ખાધા પીધા વગર જગ્યા ન મળતાં ઉભો રહ્યા બાદ તેને ચક્કર આવી ગયાં હોય તેમ પડી ગયો હતો. જેથી તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં તેને રાત્રિના મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સરકાર પરિવારને મદદ કરે-સંસ્થાઆજીવિકા બ્યુરો સુરતના સહયોગથી ચાલતી પ્રવાસી શ્રમિક સુરક્ષા મંચના શરદ ઝગડેએ જણાવ્યું હતું કે, શ્રમિકને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જ્યાં તેનું રાત્રિના મોત થયું છે. તેઓ પરિવારના પાંચ છ સભ્યો સાથે ટ્રેનની ટિકિટ મળી હોવાથી વતન ગંજામ જવા નીકળ્યાં હતાં.ઉધનાની આદર્શ સોસાયટીમાં આવેલા લુમ્સના કારખાનામાં શિલુ પ્રફુલ્લ જેના કામ કરતો હતો. હવે તેના પરિવારમાં શિલુની પત્ની સાગરી છે. તેમના જીવન ગુજારણ માટે સરકાર મદદ કરે તેવી માંગ કરવામાં આવી છે. મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, મૃતક શિલુની અંતિમવિધિ સુરતમાં જ કરવામાં આવશે. પરિવારના સભ્યો વતન જવા નીકળ્યા પરંતુ શિલુના મોતને લઈને તેઓ જઈ શક્યા નથી જેથી તેઓએ મૃતદેહને માદરે વતન લઈ જવાની જગ્યાએ કર્મભૂમિ સુરતમાં જ અંતિમવિધિ કરવાનું નક્કી કર્યું હોવાનું વધુમાં ઉમેર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application