Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ:કન્ટેનમેન્ટ ઝોન સરકારી ગાઈડ લાઈન મુજબ ન હોવા બાબતે કલેકટર ને આવેદન અપાયું

  • May 27, 2020 

હનીફ માંજુ દ્વારા ભરુચ:પીરામણ ગામ હદ વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેશ આવતા કલેકટર સાહેબ ભરૂચ તરફથી જાહેરનામું પ્રસિદ્ધ કરી ગામના કેટલાક વિસ્તાર ને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જોકે આ જાહેરનામું સરકારી ગાઈડ લાઈન મુજબ ના હોવાનું જણાવી પીરામણ ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે અને આ બાબતે ગામ પીરામણ ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ દ્વારા નાયબ કલેકટરને રૂબરૂ માં આવેદન આપી આ જાહેરનામું સરકારની ગાઈડ લાઈન મુજબ ના હોવાની શંકા વ્યક્ત કરી છે અને એમાં પુનઃવીચાર કરવાનું જણાવેલ છે. (૧) સામાન્ય સભામાં સભ્યો દ્વારા રજુઆત હતી કે ગાઈડ લાઈન મુજબ કન્ટેનમેન્ટ મેન ઝોન હોટ સ્પોટ થી ૧ કી. મી. ની ત્રિજ્યા માં હોવું જોઈએ જે નાં અમલમાં અહીંયા ભૂલ થઈ હોય એમ લાગે છે. (૨) સરકારી ગાઈડ લાઈન મુજબ કન્ટેનમેન્ટ ઝોન માં ૮ થી ૩ દરમ્યાન આવશ્યક સેવા માટે છૂટ છાટ આપવાની હોય છે. પરંતુ પીરામણ કન્ટેનમેન્ટ ઝોન માટે જાહેરનામાં મુજબ ૮ થઈ ૧૨ નો સમય આપવામાં આવ્યો છે. આમ ઉપરોક્ત બન્ને મુદ્દા બાબતે નાયબ કલેકટર સાહેબને રૂબરૂ માં ચર્ચા કરી આવેદન આપવામાં આવેલ છે. નાયબ કલેક્ટરે આ રજુઆત કલેકટર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application