Tapi mitra News:સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૨૬ મેના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, દેશભરમાં કોરોના વાઇરસને કાબુ કરવામાં સુરત શહેરનો રિકવરી રેટ ૭૦.૨ ટકા થયો છે. આજે ૩૧ વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૯૪૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. શહેરમાં ગઈકાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૧૩૧૧ હતી, જેમાં ૩૫ કેસોનો વધારો થવાથી આજે કુલ ૧૩૪૬ કેસો થયા છે. કુલ ૬૨ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ૪.૬ ટકા મૃત્યુ દર છે. પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના લિંબાયત ઝોનમાંથી આજે કુલ ૧૩ કેસો મળી આવ્યા છે. મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે, આજની સ્થિતિએ ૬૫૯૪ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૫૬૧ લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ૫૦ લોકો છે. ૧૬૭૩ જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વેલન્સ માટે કાર્યરત છે. સ્લમ વિસ્તારોમાં કુલ ૩૯ ફિવર ક્લિનીક ચાલુ કરવામાં આવ્યા છે. મોબાઈલ ફિવર ક્લિનીકમાં સૌથી વધુ લોકો સ્વાસ્થ્યના નિદાન માટે જાય છે, તેથી તેની સંખ્યા વધારવામાં આવશે. ૬૦ જેટલી રિક્ષા દ્વારા કોવિડ અંગે જાગૃત્તિ લાવવામાં આવી રહી છે. સ્લમ વિસ્તારના કેસોને જોતાં લોકોમાં વારંવાર હાથ ધોવાની ટેવ વિકસે તે માટે અત્યાર સુધી ૧૧,૦૦૦ સાબુનુ વિતરણ કરવામાં આવ્યું છે. ૫૨૮ ગંભીર બિમારી જેમ કે હાર્ટ, ટીબી અને એચઆઈવી ધરાવતા દર્દીઓને એક મહિનાની દવા ઘરે જઈને પુરી પાડવામાં આવી છે અને તેમનું કાઉન્સિલીંગ કરવામાં આવી રહ્યું છે. પાનની દુકાનો માટે આજથી એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આજે ૧૮૮ પાનના ગલ્લાઓને દંડ કરવામાં આવ્યો છે, અને જો પાનના ગલ્લાઓ પર આવનારા દિવસોમાં બેદરકારી દાખવી સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવામાં આવશે તો તે દુકાનોને ફરજિયાતપણે બંધ કરાવવામાં આવશે. ૫૫,૨૯,૦૦૦ કરતા વધુ રૂપિયાનો દંડ અત્યાર સુધી કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ૬,૫૨,૦૦૦ કરતા વધુ લોકોને સુરતથી પ્રવાસીઓને પોતાના વતન મોકલવામાં આવ્યા હતા.તેમણે શહેરીજનોને લોકડાઉનનું પાલન કરવાં તેમજ જરૂરી કામ વિના ઘરથી બહાર ન નીકળવા, માસ્ક અચૂક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ લોકડાઉનનું સતર્કતાપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે, સુરત શહેરના ૧૩૪૬ અને જિલ્લાના ૯૬ મળીને કુલ ૧૩૮૨ કેસો નોંધાયા છે. High light-સુરત જિલ્લામાં આજે તરાજ ગામના ૦૧ પોઝિટીવ કેસ નોંધાયો: પોઝિટીવ કેસોની સંખ્યા ૯૬ Tapi mitra News:સુરત જિલ્લામાં આજે ૦૬ દર્દી સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૬૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, સુરત જિલ્લામાં ગત રોજ પોઝિટીવ કેસોની સંખ્યા ૯૫ હતી, જેમાં ૦૧ કેસનો વધારો થવાથી આજે કુલ ૯૬ કોરોના પોઝિટીવ કેસો થયા છે. જયારે કુલ ૦૨ દર્દીના મૃત્યુ નોંધાયા છે. પોઝિટીવ કેસ પૈકી પલસાણા તાલુકાના તરાજ ગામના ૦૧ કેસ મળી કુલ ૯૬ કેસો આવ્યા છે. કુલ ૮૭૬૨ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૯૬ પોઝિટીવ અને ૮૬૨૧ નેગેટીવ કેસો જયારે ૪૫ રિપીટ સેમ્પલ નોંધાયા છે. ૪૧ એક્ટિવ ક્લસ્ટર જેમાં, બડતલ-સરકુઇ, ખોડાંબા, સાંધિયેર, દખણવાડ(દેવધ), ઝંખવાવ, નસારપુરા, કડોદરા, પાલી (સાંઈભુપત), દિહેણ, પાલી(ડી.એમ.નગર), લાજપોર, ઇચ્છાપોર, વેગી, વરેલી(ગાયત્રી નગર), વરેલી(દત્ત કૃપા), વરેલી(શાંતિ નગર), વરેલી(વ્રજધામ વિસ્તાર), બારડોલી નગર(તાઈવાડ), વિહારા, ચલથાણ, ભટગામ, નવી પારડી, વલથાણ(શિવશક્તિ), નવા ચકરા, શામપુરા, લીંડીયાત, કપ્લેથા, લાજપોર(કોળીવાડ), લાજપોર(પોપડીયુ ફળિયુ), ઇચ્છાપોર(ઘંટી ફળિયુ), લસકાણા, રાજવડ, નનસાડ, કરચેલિયા, વરેલી(મનમંદિર કોમ્પ.), ગંગાધરા(ક્રિષ્ણા વેલી), કરચકા, કોસંબા, વરેલી(પરમહંસ ), સારોલી(નેચર વેલી), વાવ (એસ.આર.પી કેમ્પસ) કન્ટેઈનમેન્ટ કલસ્ટર વિસ્તારનાં કુલ ૧૮૩૦૬ ઘરો અને કુલ વસ્તી ૭૮૨૦૫ જેટલી છે. જેમાં સર્વે અને આરોગ્યની ૧૬૭ ટીમ કાર્યરત છે.નોંધનીય છે કે સુરત જિલ્લામાં ૨૪૫૮ લોકો હોમ કોરન્ટાઇન હતા. આજે ૧૭૬ નવા લોકોનો ઉમેરો થતા કુલ ૨૬૩૪ લોકો હોમ કોરન્ટાઇન છે. જયારે આજે ૧૫૭ લોકોનું હોમ કોરન્ટાઇન પૂર્ણ થતા કુલ ૨૪૭૭ લોકોને હાલ હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાપોદ્રામાં હીરાબાગ નજીક બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં આધેડનું મોત
November 24, 2024સુરત શહેરમાં યુવકને માંઠુ લાગતાં અને યુવતીએ બીમારીને કારણે આપઘાત કર્યો
November 24, 2024અમદાવાદનાં ઠક્કરનગરમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલાને રોકી ધમકી આપી
November 24, 2024નાઘેડી ગામનો ભરણપોષણ અને મારામારીનાં કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો
November 24, 2024