Tapi mitra News:સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૨૪ મેના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, દેશભરમાં કોરોના વાઇરસને કાબુ કરવામાં સુરત શહેરનો રિકવરી રેટ ૬૯.૮ ટકા થયો છે. આજે ૩૯ વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૮૯૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. શહેરમાં ગઈકાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૧૨૪૫ હતી, જેમાં ૩૪ કેસોનો વધારો થવાથી આજે કુલ ૧૨૮૯ કેસો થયા છે. કુલ ૬૦ દર્દીના મૃત્યુ નોંધાયા છે. આ સિવાય હાથ સમય સમય પર ધોવા જરૂરી છે. તે લોકો માટે પાલિકાની વેબસાઈટ કેટલીક ગાઈડલાઈન પણ મુકવામાં આવી છે. ૪.૮ ટકા રેટ મૃત્યુ દર છે. પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના કતારગામ ઝોનમાંથી આજે ૦૮ કુલ કેસો મળી આવ્યા છે.
મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે, આજની સ્થિતિએ ૫૯૧૯ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૬૧૨ લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ૬૩ લોકો છે. ૧૪૨૬ જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વેલન્સ માટે કાર્યરત છે. અત્યાર સુધી ૫૨ લાખ ૮૩ હજાર કરતા વધુ લોકોનુ સર્વેલન્સ કરવામાં આવ્યા છે. સ્લમ વિસ્તારોમાં કુલ ૪૦ ફિવર ક્લિનીક ચાલુ કરવામાં આવ્યા છે. ૭૫ જેટલી રિક્ષા દ્વારા કોવિડ અંગે જાગૃત્તિ લાવવામાં આવી રહી છે. જે લોકો ફ્લાઈટમાંથી આવવાના છે તો તેઓએ ફરજિયાત ૧૪ દિવસ હોમ કોરોન્ટાઈનમાં રહેવુ પડશે અને જો કોઈ લક્ષણ દેખાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. લોકોએ માસ્ક પહેરવા જરૂરી છે, કારણ કે ઈન્ફેક્ટેડ માણસ ૧૪ દિવસ સુધી લોકોમાં ઈન્ફેકેશન પહોંચાડી શકે છે. જો બંને વ્યક્તિ માસ્ક પહેરે તો ઈન્ફેક્શન થવાની માત્ર ૧.૫ ટકા સંભાવના રહે છે. આથી તમામ લોકો એ માસ્ક પહેરવા જરૂરી છે.નોંધનીય છે કે, સુરત શહેરના ૧૨૮૯ અને જિલ્લાના ૯૩ મળીને કુલ ૧૩૮૨ કેસો નોંધાયા છે.
High light-સુરત જિલ્લામાં આજે વરેલી ગામના ૦૧ પોઝિટીવ કેસ નોંધાયો : પોઝિટીવ કેસોની સંખ્યા ૯૩
Tapi mitra news:સુરત જિલ્લામાં આજે ૦૫ દર્દી સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૫૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, સુરત જિલ્લામાં ગત રોજ પોઝિટીવ કેસોની સંખ્યા ૯૨ હતી, જેમાં ૦૧ કેસનો વધારો થવાથી આજે કુલ ૯૩ કોરોના પોઝિટીવ કેસો થયા છે. જયારે કુલ ૦૨ દર્દીના મૃત્યુ નોંધાયા છે. પોઝિટીવ કેસ પૈકી પલસાણા તાલુકાના વરેલી ગામના ૦૧ કેસ મળી કુલ ૯૩ કેસો આવ્યા છે. કુલ ૮૫૦૦ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૯૩ પોઝિટીવ અને ૮૩૬૨ નેગેટીવ કેસો જયારે ૪૫ રિપીટ સેમ્પલ નોંધાયા છે. ૪૨ એક્ટિવ ક્લસ્ટર જેમાં, અંધાત્રી, બડતલ-સરકુઇ, જુના કાકરાપાર, ચોખવાડા, ખોડાંબા, કાની, સાંધિયેર, દખણવાડ(દેવધ), ઝંખવાવ, નસારપુરા, કડોદરા, પાલી (સાંઈભુપત), દિહેણ, પાલી(ડી.એમ.નગર), લાજપોર, ઇચ્છાપોર, વેગી, વરેલી(ગાયત્રી નગર), વરેલી(દત્ત કૃપા), વરેલી(શાંતિ નગર), વરેલી(વ્રજધામ વિસ્તાર), બારડોલી નગર(તાઈવાડ), વિહારા, ચલથાણ, ભટગામ, નવી પારડી, વલથાણ(શિવશક્તિ), નવા ચકરા, શામપુરા, લીંડીયાત, કપ્લેથા, લાજપોર(કોળીવાડ), લાજપોર(પોપડીયુ ફળિયુ), ઇચ્છાપોર(ઘંટી ફળિયુ), લસકાણા, રાજવડ, નનસાડ, કરચેલિયા, વરેલી(મનમંદિર કોમ્પ.), ગંગાધરા(ક્રિષ્ણા વેલી), કરચકા, કોસંબા કન્ટેઈનમેન્ટ કલસ્ટર વિસ્તારનાં કુલ ૧૮૭૫૧ ઘરો અને કુલ વસ્તી ૮૦,૨૯૯ જેટલી છે. જેમાં સર્વે અને આરોગ્યની ૧૭૫ ટીમ કાર્યરત છે. નોંધનીય છે કે, સુરત જિલ્લામાં ૨૫૦૩ લોકો હોમ કોરન્ટાઇન હતા. આજે ૧૨૯ નવા લોકોનો ઉમેરો થતા કુલ ૨૬૩૨ લોકો હોમ કોરન્ટાઇન છે. જયારે આજે ૧૭૪ લોકોનું હોમ કોરન્ટાઇન પૂર્ણ થતા કુલ ૨૪૫૮લોકોને હાલ હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500