Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશભરમાં કોરોના વાઇરસને કાબુ કરવામાં સુરત શહેરનો સૌથી શ્રેષ્ઠ ૬૮.૫ ટકા રિકવરી રેટ

  • May 23, 2020 

Tapi mitra News;સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૨૨ મેના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, દેશભરમાં કોરોના વાઇરસને કાબુ કરવામાં સુરત શહેરનો રિકવરી રેટ ૬૮.૫ થયો છે. આજે ૨૮ વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૮૩૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. શહેરમાં ગઈકાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૧૧૮૬ હતી, જેમાં ૨૬  કેસોનો વધારો થવાથી આજે કુલ ૧૨૧૨ કેસો થયા છે. કુલ ૫૬ દર્દીના મૃત્યુ નોંધાયા છે. મૃત્યુમાં ડાયાબિટીસ અને હાઈપરટેન્શનના દર્દીઓ વધારે છે. તેમની સારસંભાળ રાખવી ખુબ જ જરૂરી છે. ૪.૬ ટકા મૃત્યુ દર છે. પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના લિંબાયત ઝોનમાંથી આજે કુલ ૯ કેસો મળી આવ્યા છે. મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે, આજની સ્થિતિએ ૫૭૧૩ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૫૭૭ લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ૩૬  લોકો છે. ૧૭૬૮ જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વેલન્સ માટે કાર્યરત છે. અત્યાર સુધી ૫૨ લાખ ૭૨ હજાર કરતા વધુ લોકોનુ સર્વેલન્સ કરવામાં આવ્યા છે. સ્લમ વિસ્તારોમાં કુલ ૩૬ ફિવર ક્લિનીક ચાલુ કરવામાં આવ્યા છે. ૭૫ જેટલી રિક્ષા દ્વારા કોવિડ અંગે જાગૃત્તિ લાવવામાં આવી રહી છે. નોંધનીય છે કે, સુરત જિલ્લામાં ૯૨ પોઝિટીવ કેસો નોંધાયા છે. સુરત શહેરના ૧૨૧૨   અને જિલ્લાના ૯૨ મળીને કુલ ૧૩૦૪ કેસો નોંધાયા છે. High light-સુરત જિલ્લામાં આજે કોસંબા ગામના ૦૧, ભટગામના ૦૧ મળી ૦૨ પોઝિટીવ કેસો નોંધાયા: પોઝિટીવ કેસોની સંખ્યા ૯૨

Tapi mitra News;સુરત જિલ્લામાં આજ સુધી કુલ  ૫૦ દર્દીઓને  સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. સુરત જિલ્લામાં ગત રોજ પોઝિટીવ કેસોની સંખ્યા ૯૦ હતી, જેમાં ૦૨ કેસનો વધારો થવાથી આજે કુલ ૯૨ કોરોના પોઝિટીવ કેસો થયા છે. જયારે કુલ ૦૨ દર્દીના મૃત્યુ નોંધાયા છે. પોઝિટીવ કેસ પૈકી માંગરોળ તાલુકાના કોસંબા ગામના ૦૧ તેમજ ઓલપાડ તાલુકાના ભટગામના ૦૧ મળી આજે ૦૨ કેસો મળી કુલ ૯૨ કેસો આવ્યા છે. કુલ ૮૨૫૩ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૯૨ પોઝિટીવ અને ૮૧૧૬ નેગેટીવ કેસો જયારે ૪૫ રિપીટ સેમ્પલ નોંધાયા છે. ૩૯ એક્ટિવ ક્લસ્ટર જેમાં, અંધાત્રી, બડતલ-સરકુઇ, જુના કાકરાપાર, ચોખવાડા, ખોડાંબા, કાની, સાંધિયેર, દખણવાડ(દેવધ), ઝંખવાવ, નસારપુરા, કડોદરા, પાલી (સાંઈભુપત), દિહેણ, પાલી(ડી.એમ.નગર), લાજપોર, ઇચ્છાપોર, વેગી, વરેલી(ગાયત્રી નગર), વરેલી(દત્ત કૃપા), વરેલી(શાંતિ નગર), વરેલી(વ્રજધામ વિસ્તાર), બારડોલી નગર(તાઈવાડ), વિહારા, ચલથાણ, ભટગામ, નવી પારડી, વલથાણ(શિવશક્તિ), નવા ચકરા, શામપુરા, લીંડીયાત, કપ્લેથા, લાજપોર(કોળીવાડ), લાજપોર(પોપડીયુ ફળિયુ), ઇચ્છાપોર(ઘંટી ફળિયુ), લસકાણા, રાજવડ, નનસાડ, કરચેલિયા, વરેલી(મનમંદિર કોમ્પ.) કન્ટેઈનમેન્ટ કલસ્ટર વિસ્તારનાં કુલ ૧૭,૧૧૭ ઘરો અને કુલ વસ્તી ૭૩,૨૨૪ જેટલી છે. જેમાં સર્વે અને આરોગ્યની ૧૬૭ ટીમ કાર્યરત છે.નોંધનીય છે કે સુરત જિલ્લામાં ૨૩૮૩ લોકો હોમ કોરન્ટાઇન હતા. આજે ૪૪૪ નવા લોકોનો ઉમેરો થતા કુલ ૨૮૨૯ લોકો હોમ કોરન્ટાઇન છે. જયારે આજે ૧૬૩ લોકોનું હોમ કોરન્ટાઇન પૂર્ણ થતા કુલ ૨૬૬૪ લોકોને હાલ હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application