Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચના ઝઘડિયા તાલુકાના દુભાલ ગામે 70 શ્રમિકો રોજગારી ઘરઆંગણે મેળવી રહ્યા છે રોજગારી

  • May 23, 2020 

હનીફ માંજુ દ્વારા ભરૂચ:રાજ્ય સરકાર દ્વારા મનરેગા હેઠળનાં કામો શરૂ કરવાની મંજૂરી મળતાં અનેક શ્રમિકોને રોજી મળતી થઈ છે અને અનેક જરૂરિયાતમંદોને રોજગારી મળતા તેમના માટે આ યોજના આશિર્વાદરૂપ સાબિત થઈ રહી છે. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં રાજ્ય સરકારના આ હકારાત્મક પગલાથી ભરૂચ જિલ્લાનું ગ્રામ્યજીવન ફરીથી ધબકતું થયું છે અને ગતિશીલ બન્યું છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દુભાલ ગામે 70 જેટલા શ્રમિકોને રોજગારી મળતા તેઓ આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે. આ અંગે વિજયભાઈ વસાવા નામના શ્રમિકના જણાવ્યા અનુસાર, ‘તેમને એક દિવસના કામ બદલ તેમને 190થી 195 રૂપિયા મજૂરી પેટે મળે છે. લોકડાઉનનો સમય હોવા છતાં બહાર નથી જવું પડતું અને ઘરની નજીક જ રોજીરોટી મળી જાય છે, આ કપરા સમયમાં તો એ જ અગત્યનું છે ને.’ જ્યારે અન્ય એક મહિલા આસ્થાબેન રાજુભાઈ જણાવે છે કે, ‘આ લોકડાઉન જાહેર થયું ત્યારે ક્યાં જવું, કેવી રીતે કમાવું અને કેવી રીતે ગુજરાન ચલાવવું એ પ્રશ્ન હતો, પરંતુ રાજ્ય સરકાર અમારા જેવા જરૂરિયાતમંદ નાગરિકોની ચિંતા કરીને, આવા કપરા સંજોગોમાં પણ અમોને રોજગારી પૂરી પાડે છે, તે બદલ તેમનો આભાર માનીએ એટલો ઓછો છે.’ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયનના માર્ગદર્શન હેઠળ ઝઘડિયાના તાલુકા વિકાસ અધિકારીશ્રી પટેલની દેખરેખમાં શ્રમિકો પાસે સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને માસ્ક સહિતની તકેદારી સાથે આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ જ આ કામગીરી હાલ ચાલી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application