Tapi mitra News;હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર ધ્વારા સમાયાંતરે કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.
જેના અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર- જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ વિસ્તૃત સુચના બહાર પાડવામાં આવેલ છે.
તાપી જિલ્લાનાં સોનગઢ ખાતે અલિફનગર વિસ્તારમાં તા.૨૨/૦૫/૨૦૨૦નાં રોજ કોરોના વાયરસ COVID-19નો એક કેસ પોઝીટીવ આવેલ હોવાથી, રોગનું સંક્રમણ વઘુ ન થાય તે માટે સોનગઢ ખાતેનાં અલિફનગરનાં વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન તથા તેની આસપાસ આવેલ ઇસ્લામપુરા અને હાથી ફળિયાનાં વિસ્તારને બફર ઝોન જાહેર કરવા અંગે દરખાસ્ત કરવામાં આવેલ છે.
જેથી શ્રી આર.જે.હાલાણી, આઈ.એ.એસ, જિલ્લા મેજીસ્ટ્રેટ, તાપી દ્વારા ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- ૧૯૭૩ની કલમ- ૧૪૪, ધી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ ૧૮૯૭ની કલમ-ર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ – ૩૦ તથા ૩૪ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના જાહેરનામાં ક્રમાંક : જીપી-૯/એનસીવી/ ૧૦૨૦૨૦/ એસએફ.૧/જી, તા.૧૩/૦૩/૨૦૨૦ અન્વયે,
તાપી જિલ્લાનાં સોનગઢ શહેરનાં નીચે જણાવેલ વિસ્તારોને Covid -19 ના Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરી, સદર વિસ્તારનાં લોકોને હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવા હુકમ કરવામાં આવેલ છે.
અ.નં. વિસ્તારનું નામ ઘરોની સંખ્યા કુલ વસ્તી
૧ અલિફ નગર, સોનગઢ, તા.સોનગઢ, જિ.તાપી ૨૦૦ ૧૬૨૫
ઉ૫રોકત વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉ૫ર સંપુર્ણ પ્રતિબંઘ મુકવામાં આવે છે. આ વિસ્તારનાં રહેવાસીઓને રાશન વિગેરે આવશ્યક ચીજ-વસ્તુઓ વહીવટી તંત્ર ઘ્વારા હોમ ડિલીવરીથી પુરી પાડવામાં આવશે.
અલિફ નગર, સોનગઢ, તા.સોનગઢ, જિ.તાપીનાં વિસ્તારની આસપાસનાં નીચે મુજબનાં વિસ્તારોને બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે.
અ.નં. વિસ્તારનું નામ ઘરોની સંખ્યા કુલ વસ્તી
૧ ઇસ્લામપુરા, સોનગઢ, તા.સોનગઢ, જિ.તાપી ૩૯૬ ૧૫૩૦
૨ હાથી ફળિયુ, સોનગઢ, તા.સોનગઢ, જિ.તાપી ૪૬૭ ૧૯૩૦
કુલ ૮૬૩ ૩૪૬૦
ઉ૫રોક મુજબનાં બફર એરીયાની હદને સીલ કરવામાં આવે છે. તથા સદર વિસ્તારમાં આવશ્યક સેવાઓનાં પુરવઠા સંબઘિત અવર-જવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે. આવશ્યક ચીજ-વસ્તુની ખરીદી માટે માત્ર સવારે ૮.૦૦ થી ૧૫.૦૦ કલાક સુઘી મુકિત આ૫વામાં આવે છે. જેમાં સોસ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્ત૫ણે પાલન કરવાનું રહેશે.
ઉકત વિસ્તારો માટે નીચે મુજબની અમલવારી કરવાની રહેશે.
(૧) આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે.
(ર) આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે.
(૩) આવશ્યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવાન – જાવનની પ્રવૃતિઓ ન થાય તે મુજબ નિયંત્રણ કરવામાં આવશે.
// અમલવારીનો સમયગાળો //
આ હુકમ તા.૨૨/૦૫/ર૦૨૦ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
// અપવાદ //
ઉપર જણાવેલ વિસ્તારો માટે નીચે મુજબના અપવાદ લાગુ પડશે:
• સરકારી ફરજ પરની વ્યક્તિઓ તથા વાહનો (સરકારી અને ખાનગી સહિત).
• આ વિસ્તારમાંથી પસાર થતા તમામ માલ વાહક વાહનો
• આ વિસ્તારમાં આવેલ આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તથા સસ્તા અનાજની દુકાનો
• આવશ્યક ચીજ-વસ્તુઓનું વેચાણ-વિતરણ કરતા તેમજ વહીવટી તંત્ર ઘ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પાસ ઘારકો
// સજા //
આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૬૦ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અઘિક્ષકશ્રી થી હેડ પોલીસ કોન્સ્ટેબલ સુઘીનો હોદ્દો ઘરાવનાર તમામ અઘિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂઘ્ઘ આઈ.પી.સી. કલમ-૧૮૮ મુજબ ફરીયાદ દાખલ કરવા અઘિકૃત કરવામાં આવે છે.