ગોપીતળાવ મનકવાલા ગલી પાસે બુધવારે રાત્રે કરફ્યુના સમયમાં ભેગા થયેલા છથી સાત યુવકોને પેટ્રોલીંગમાં ફરતી પોલીસે ઘરે જવાનુ કહેતા યુવકોએ સામે પોલીસને વળતો જવાબ આપ્યો હતો કે પોલીસ અમને ખોટી રીતે હેરાન કરે છે,અમે સાંકડા વિસ્તારમાં રહીએ છીએ તેથી બહાર નીકળ્યા છીએ. પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ લોકડાઉનના ચોથા તબક્કામાં પણ રાત્રી દરમિયાન કરફ્યુ યથાવત રાખવામાં આવ્યું છે. દરમિયાન પીએસઆઇ એસ.જી.ચૌહાણ સ્ટાફના માણસો સાથે ગત બુધવારે રાત્રે પીસીઆર વાન -૨૨ માં પટ્રોલીંગમાં હતા ત્યારે આઠ વાગ્યે ગોપીતળાવ નમકવાલા ગલી પાસે ઘણા લોકો બહાર નીકળી ટોળે વળેલા હતા જેથી પોલીસે તેમને પોતપોતાના ઘરે જવા કહ્યું હતું.જોકે, પોલીસની વાત સાંભળવાને બદલે મોસીનખાન સિકંદરખાન ઉર્ફે ધમકબાવાએ પોલીસને વળતો જવાબ આપ્યો હતો કે અમે અહીં જ રહીએ છીએ, પોલીસ અમને ખોટી રીતે હેરાન નહીં કરો. તેની પાછળ ઉભેલા ૫ થી ૬ અજાણ્યાઓએ પણ પોલીસ પાસે આવી કહ્યું હતું કે પોલીસ અમને ખોટી રીતે હેરાન કરે છે, અમે અહીં સાંકડા વિસ્તારમાં રહીએ છીએ તેથી બહાર નીકળ્યા છીએ. બનાવ અંગે પીએસઆઇ એસ.જી.ચૌહાણે ગતરોજ મોસીનખાન સિકંદરખાન ઉર્ફે ધમકબાવા અને પાંચ થી છ અજાણ્યા વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application