Tapi mitra News;લોકડાઉન વચ્ચે ઉધના રોડ શિવ પ્લાઝા એપાર્ટમેન્ટમાં આવેલ સાવરીયા હોઝીયરીની દુકાનનું શટર ઉંચુ કરી રૂપિયા ૧.૬૨ લાખની મતાના અંડરવેર અને બનીયાન ચોરી કરનાર ટોળકીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પડી તેમની પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ઉધના પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઉધના શિવ પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતા કાલુરામ રાયમજી પ્રજાપતિ એપાર્ટમેન્ટના જ નીચે સાવરીયા હોઝીયરીના નામે દુકાન ધરાવે છે. લોકડાઉનના કારણે કાલુરામની દુકાન બંધ હતી જેનો તસ્કરોએ લાભ ઉઠાવ્યો હોય તેમ ગત તારીખ ૧૬ થી ૧૭મીના રાત્રીના સુમારે તસ્કરોએ દુકાનની શટર ઉંચુ કરી અંદર પ્રવેશ કર્યો હતો .અને દુકાન માંથી અંડરવેર-બનીયાનના ૨૫૦ જેટલા બોક્ષ એક બોક્ષની કિંતમ એવરેજ રૂપિયા ૬૫૦ લેખે કુલ રૂપિયા ૧,૬૨,૦૦૦ ના મતાનો મુદ્દામાલ ચોરી કરી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે કાલુરામ પ્રજાપતિની ફરિયાદ લઈ આગળની તપાસ પીઆઈ એમ.વી.પટેલે હાથ ધરી હતી. દરમિયાન પીઆઈ એમ.વી.પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વલન્સના પીએસઆઈ એ.બી.જોષી સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે વખતે હેડ કોન્ટેબલ જયેશ ઈન્દ્રજીત, પ્રદીપ જગદંબાપ્રાદને એવી બાતમી મળી હતી કે સાવરીયા હોઝીયરીની દુકાનમાંથી ચોરી થયેલો મુદ્દામાલ સંજયનગર ઝુડપપટ્ટી રોડ નંબર-૩ ખાતે સંતાડી રાખવામાં આવ્યો છે જે બાતમીના સ્થળે દરોડા પાડી ચોરીના મુદ્દામાલ સાથે હુસેન ભીકન સા, આરીફ રાજુ કુરેશી, રમજાન ભીકન શા, અનમોલ દિપક પાતળકર, વિકાસ જીવણ નાયકા અને રોહીત રાજુ પટેલની ધરપકડ કરી ગણતરીના કલાકોમાં ગુનોનો ભેદ ઉકેલી કાઢી પ્રશંનીય કામગીરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application