Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

"આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના" અંગે તાપીવાસીઓનો અભિપ્રાય

  • May 22, 2020 

Tapi mitra News;ગુજરાતની સંવેદનશીલ રાજ્ય સરકારે નાના માણસો માટેની જાહેર કરેલી મોટી યોજના એટલે "આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના". આ યોજના અંતર્ગત ₹ ૫૦૦૦ કરોડનું પેકેજ રાજ્ય સરકારે જાહેર કર્યું છે. આ યોજના હેઠળ લોકડાઉનની પરિસ્થિતિને કારણે આર્થિક મુશ્કેલી અનુભવી રહેલા નાના વેપારીઓ, મધ્યમ વર્ગ, કારીગરો, પરંપરાગત વ્યવસાયિકો, રીક્ષા ચાલકો, બાંધકામ શ્રમિકો વિગેરેને ૧ લાખ સુધીનું ધિરાણ મળવાપાત્ર થાય છે. આ ધિરાણ સામે માત્ર બે ટકા વાર્ષિક વ્યાજ લાભાર્થીએ ચૂકવવાનું થાય છે, જ્યારે બાકીનું ૬ ટકા વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે. આ યોજના અંગે તાપી જિલ્લાના કેટલાક લોકોએ તેમનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. વ્યારા ખાતે મોબાઈલ શોપ ધરાવતા ઓવેસ મૂલતાનીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કરી, આ યોજનાને નાના વેપારીઓ માટે લાભકર્તા ગણાવી હતી. તો વ્યારાના મિશન સર્કલ ખાતે રેસ્ટોરન્ટનો વ્યવસાય કરતા અંકુર ભાવસારે નાના ધંધાર્થીઓને આર્થિક સહાય પુરી પાડતી આ યોજના બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.વ્યારાના ફાસ્ટફૂડના વ્યવસાયિક સીધેશ મંડલીકે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની આ યોજનાને બિરદાવી ઓછા વ્યાજની લોન નાના વેપારીઓ માટે મોટી મદદ બની રહેશે તેમ જણાવ્યું હતું. જ્યારે વ્યારા તાલુકાના ખોડતળાવ ગામે અનાજ કરીયાણાની દુકાન ધરાવતી કિંજલ ચૌધરી તથા કુકરમુંડા તાલુકાના તોરંદા ગામના યોગેશ પાડવીએ ગામડા ગામમા ધંધો રોજગાર કરતા ધંધાર્થીઓ માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થશે તેમ જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application