Tapi mitra News:સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૨૦ મેના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, દેશભરમાં કોરોના વાઇરસને કાબુ કરવામાં સુરત શહેરનો રિકવરી રેટ જે ૬૭.૬ થયો છે એ સૌથી શ્રેષ્ઠ છે.
આજે ૨૬ વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૮૦૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.દર્દીઓનો રિકવરી રેટ ટકા થયો છે. શહેરમાં ગઈકાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૧૧૫૩ હતી, જેમાં ૩૩ કેસોનો વધારો થવાથી આજે કુલ ૧૧૮૬ કેસો થયા છે. કુલ ૫૫ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ૪.૬ ટકા રેટ મૃત્યુ દર છે. પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના લિંબાયત ઝોનમાંથી આજે કુલ ૨૦ કેસો મળી આવ્યા છે.
મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે, આજની સ્થિતિએ ૫૨૦૬ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૫૬૮ લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ૪૭ લોકો છે. ૧૭૯૦ જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વેલન્સ માટે કાર્યરત છે. અત્યાર સુધી ૧૪ લાખ ૮૩ હજાર કરતા વધુ લોકોનુ સર્વેલન્સ કરવામાં આવ્યું છે. સ્લમ વિસ્તારોમાં કુલ ૪૧ ફિવર ક્લિનીક ચાલુ કરવામાં આવ્યા છે. ૭૫ જેટલી રિક્ષા દ્વારા કોવિડ અંગે જાગૃત્તિ લાવવામાં આવી રહી છે.નોંધનીય છે કે, સુરત જિલ્લામાં ૯૦ પોઝિટીવ કેસો નોંધાયા છે. સુરત શહેરના ૧૧૮૬ અને જિલ્લાના ૯૦ મળીને કુલ ૧,૨૭૬ કેસો નોંધાયા છે.
High light-સુરત જિલ્લામાં આજે ૦૪ પોઝિટીવ કેસો નોંધાયા: પોઝિટીવ કેસોની સંખ્યા ૯૦
Tapi mitra news:સુરત જિલ્લામાં આજે ૦૩ દર્દી સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૫૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, સુરત જિલ્લામાં ગત રોજ પોઝિટીવ કેસોની સંખ્યા ૮૬ હતી, જેમાં ૦૪ કેસનો વધારો થવાથી આજે કુલ ૯૦ કોરોના પોઝિટીવ કેસો થયા છે. જયારે કુલ ૦૨ દર્દીના મૃત્યુ નોંધાયા છે.પોઝિટીવ કેસ પૈકી પલસાણા તાલુકાના વરેલી ગામના ૦૧, ગંગાધરા ગામના ૦૧, ચોર્યાસી તાલુકાના લાજપોર ગામના ૦૧ તેમજ બારડોલી તાલુકાના કરચકા ગામના ૦૧ મળી આજે ૦૪ કેસો મળી કુલ ૯૦ કેસો આવ્યા છે. કુલ ૮૦૨૬ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૯૦ પોઝિટીવ અને ૭૮૯૧ નેગેટીવ કેસો જયારે ૪૫ રિપીટ સેમ્પલ નોંધાયા છે.
૩૯ એક્ટિવ ક્લસ્ટર જેમાં, અંધાત્રી, બડતલ-સરકુઇ, જુના કાકરાપાર, ચોખવાડા, ખોડાંબા, કાની, સાંધિયેર, દખણવાડ(દેવધ), ઝંખવાવ, નસારપુરા, કડોદરા, પાલી (સાંઈભુપત), દિહેણ, પાલી(ડી.એમ.નગર), લાજપોર, ઇચ્છાપોર, વેગી, વરેલી(ગાયત્રી નગર), વરેલી(દત્ત કૃપા), વરેલી(શાંતિ નગર), વરેલી(વ્રજધામ વિસ્તાર), બારડોલી નગર(તાઈવાડ), વિહારા, ચલથાણ, ભટગામ, નવી પારડી, વલથાણ(શિવશક્તિ), નવા ચકરા, શામપુરા, લિંડીયાત, કપ્લેથા, લાજપોર(કોળીવાડ), લાજપોર(પોપડીયુ ફળિયુ), ઇચ્છાપોર(ઘંટી ફળિયુ), લસકાણા, રાજવડ, નનસાદ, કરચેલિયા, વરેલી(મનમંદિર કોમ્પ.) કન્ટેઈનમેન્ટ કલસ્ટર વિસ્તારનાં કુલ ૧૭,૧૧૫ ઘરો અને કુલ વસ્તી ૭૩,૨૨૪ જેટલી છે. જેમાં સર્વે અને આરોગ્યની ૧૬૪ ટીમ કાર્યરત છે. નોંધનીય છે કે સુરત જિલ્લામાં ૨૩૯૦ લોકો હોમ કોરન્ટાઇન હતા. આજે ૧૭૦ નવા લોકોનો ઉમેરો થતા કુલ ૨૫૬૦ લોકો હોમ કોરન્ટાઇન છે. જયારે આજે ૧૭૭ લોકોનું હોમ કોરન્ટાઇન પૂર્ણ થતા કુલ ૨૩૮૩ લોકોને હાલ હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500