Tapi mitra News;ભાજપ અગ્રણી ગિરજાશંકર મિશ્રા દ્વારા જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હોવાથી, તેની વિરૂદ્ધમાં પગલાં લેવામાં આવે એવી માંગણી સાથે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાનો પ્રયત્ન કરનાર કોંગ્રેસી અગ્રણી સહિત ચારની અટકાયત રેલવે પોલીસે કરી છે. કોંગ્રેસી અગ્રણી અમરોલી રેલવે સ્ટેશન આશ્ચર્યજનક કાર્યક્રમ આપવા જઈ રહ્યાં હતાં.
સુરત રેલવે સ્ટેશનેથી શ્રમિકો માટે ઉપાડવામાં આવી રહેલી વિવિધ ટ્રેનોને કારણે સુરત રેલવે સ્ટેશને મુલાકાતીઓના પ્રવેશ માટે રેલવે પ્રશાસન દ્વારા અંકુશ મૂકવામાં આવ્યો છે. રેલવે પ્રશાસનની પૂર્વ મંજૂરી વિના સુરત રેલવે સ્ટેશન પર કોઈપણ વ્યક્તિ જઈ શકશે નહીં એવી સૂચના આપવામાં આવી હોવા છતાં થોડા દિવસ પહેલાં ભાજપ અગ્રણી મિશ્રા શ્રમિકોની ટ્રેનને વિદાયમાન આપવા માટે મધરાત બાદ પહોંચી ગયાં હતાં. ભાજપ અગ્રણી વિરૂદ્ધ જાહેરનામાના ભંગ બદલનો ગુનો નોંધવામાં આવે એવી માંગ કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ મૂકીને, જો સત્વરે પગલાં લેવામાં નહીં આવે તો પોલીસ પ્રશાસનની નીતિના વિરોધમાં આશ્ચર્યજનક કાર્યક્રમ કરવાની ચીમકી આપી હતી અને તે અનુસંધાને આજે સવારે કોંગ્રેસ અગ્રણી કલ્પેશ બારોટ,ભુતપુર્વ ઝેડઆરયુસીસી મેમ્બર મનીષ અને બાવનભાઇ પ્રજાપતિ અમરોલી રેલવે સ્ટેશને પહોંચી ગયા હતા. રેલવે પોલીસે ચારેય અટકાયત કરીને જામીન પર મુક્ત કર્યા છે.(સાંકેતિક તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application