Tapi mitra News;સુરતના કન્ટેઈનમેન્ટ એરીયા પૈકીના સહારા દરવાજા સોનિયાનગર ઝુપડપટ્ટી પાસે ગત સવારે પેટ્રોલીંગ દરમિયાન પહોંચેલી પુણા પોલીસે ત્યાં મોટરસાયકલ લઇ ઉભા રહી મિત્રો સાથે વાત કરતા બે યુવાનોની પુછપરછ કરતા તેઓ પલસાણાના જોલવાથી આવ્યા હોવાનું કહ્યું હતું. આથી પોલીસે તમે અહીં કેવી રીતે આવ્યા તેવું પૂછતાં તે પૈકીના એક યુવાને મેરી મરજી, મેં કહા ભી જા શકતા હું, આપ યહાં સે ચલે જાઓ કહી પીએસઆઇ સાથે માથાકૂટ કરી હતી. પોલીસે બંને યુવાનોને પીસીઆર વાનમાં બેસવા કહેતા તેઓ ગાળાગાળી કરી મોટરસાયકલ ઉપર ભાગી છૂટ્યા હતા.
પુણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ અને સ્ટાફના માણસો ગત સવારે ૧૧.૪૦ કલાકે પીસીઆર ૨૩ માં સરદાર ચોકી વિસ્તારમાં આવેલા અને મહાનગરપાલિકાએ કન્ટેઈનમેન્ટ એરીયા જાહેર કરેલા સહારા દરવાજા સોનીયાનગર ઝુપડપટ્ટી વિસ્તારમાં પહોંચ્યા ત્યારે એક મોટરસાયકલ પાર્ક કરી બે યુવાનો અન્ય ત્રણ યુવાનો સાથે વાત કરતા હતા. પીએસઆઇ સગારકાએ પીસીઆર વાન ઉભી રાખી તમામને કન્ટેઈનમેન્ટ એરીયા છે પોતપોતાના ઘરે ચાલ્યા જાઓ તેમ કહેતા ત્રણ યુવાન તો ચાલ્યા ગયા હતા. પરંતુ મોટરસાયકલ પાર્ક કરી ઉભેલા બે યુવાન ત્યાં જ ઉભા રહ્યા હતા. પીએસઆઇ સગારકાએ તેમના નામ-સરનામાં પૂછતાં જીન્સ-ટીશર્ટ પહેરેલા યુવાને પોતાની ઓળખ પિન્ટુ સત્યેન્દ્ર દુબે તરીકે આપી પલસાણાના જોલવાની હરિઓમ હરિનગર સોસાયટીમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. આથી પીએસઆઇએ બંનેને આ કન્ટેઈનમેન્ટ એરીયા છે, અહીં કેમ આવ્યા ? પૂછતાં પિન્ટુએ કહ્યું હતું કે મેરી મરજી, મેં કહા ભી જા શકતા હું, આપ યહાં સે ચલે જાઓ. પિન્ટુ અને તેની સાથેનો યુવાન પોલીસના કહેવા છતાં ત્યાંથી ન જતા આખરે પીએસઆઇએ બંનેને પીસીઆર વાનમાં બેસવા કહ્યું હતું. જોકે, બંને પીસીઆર વાનમાં બેસ્યા ન હતા અને પોલીસ સાથે ગાળાગાળી કરી બુમાબુમ કરી મોટરસાયકલ ઉપર ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે બાદમાં પીએસઆઇએ પુણા પોલીસ મથકમાં પિન્ટુ અને અજાણ્યા યુવાન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પીએસઆઇએ વધુ તપાસ હાથ ધરી છે.(સાંકેતિક તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application