Tapi mitra News;લોકડાઉન ૪.૦માં રાજ્ય સરકારે છૂટછાટ આપી છે. જેને લઈને સુરતમાં વેપાર ધંધા શરુ થયા છે. સુરતમાં મોબાઈલ શોપમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો મોબાઈલ ફોન તેમજ ચાર્જર સહિતની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે.
લોકડાઉન ૪.૦માં રાજ્ય સરકાર નોન કન્ટેનમેન્ટઝોનમાં ધંધા રોજગાર શરુ કરવાની પરવાનગી આપી છે. ત્યારે સુરતમાં લોકોએ ધંધા રોજગાર શરુ કર્યા છે આંશિક છૂટછાટ મળતા જ પહેલા પાનના ગલ્લા પર લોકોની લાંબી કતારો જોવા મળી હતી. ત્યારે હવે મોબાઈલ શોપની દુકાનો પર લોકોની ભીડ જોવા મળી રહી છે. સુરતના પોદાર આર્કેડમાં આવેલી મોબાઈલ શોપમાં લોકો મોબાઈલ ફોન, ચાર્જર સહિતની વસ્તુઓની ખરીદી કરતા નજરે ચડ્યા હતા. જોકે, મોબાઈલ શોપ ધારકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application