Tapi mitra News;ગુજરાત રાજય સરકાર દ્વારા લોકડાઉન ૪ માં આર્થિક તંત્ર પાટે ચઢે તે માટે મોટાભાગના વેપાર ધંધાઓ ને છુટછાટ આપવામાં આવી છે. જેમાં સુરતના હિરાબજારને પણ આર્થિક છુટછાટ મળી છે. ખાસ કરીને ઓફીસમાં બેસીને કામ થાય તેવા વેપારીઓ ને ઓફીસ ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. સુરતના મહિધરપુરા હિરાબજારમાં વેપારીઓ દ્વારા ઓફીસો ખોલી કામકાજ શરૂ કર્યુ છે. જો કે મહિધરપુરા જદાખાડી વિસ્તારમાં શ્રી હરી કોમ્પલેક્ષમાં રહેતા નેપાળી વોચમેનની પત્નીનો રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દોડતુ થયુ છે. આ બિલ્ડીંગ કોમર્શીયલ હોવાથી તંત્ર દ્વારા સમગ્ર જદાખાડી વિસ્તારમાં બેરીકેટ લગાવી ખોલેલી હિરાની તમામ ઓફીસો તાત્કાલ બંધ કરાવી દીધી છે. આમ બે દિવસ સુધી ઓફીસો ખોલ્યા બાદ પોઝીટીવ કેસને લઇ પાલિકાએ હિરાની ઓફીસ બંધ કરાવતા વેપારીઓમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application