Tapi mitra News;સતત બે મહિનાના લોક ડાઉનને કારણે રાજ્યમાં નાના અને મધ્યમ વેપારીઓની હાલત કફોડી થઇ ગઇ છે. ઉપરાંત હીરા ઉદ્યોગ પણ બંધ હોવાથી રત્ન કલાકારો અને અન્ય વ્યવસાયીઓની આર્થિક સંકડામણ પણ વધી છે. આવા સંજોગોમાં ગુજરાત સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત યોજના અમલમાં મુકવાની જાહેરાત કરવામાં આવી છે. ગુરૂવારે આ યોજનાના ફોર્મ વિતરણની શરૂઆત થતાં જ શહેરના લોકો ફોર્મ લેવા માટે બેકો પર ઉમટી પડ્યા હતા. બેંકોની બહાર એક-એક કિલોમીટર સુધી લાઇનો જાવા મળી હતી.પરંતુ ફોર્મ જોતાં જ તેમા બતાવેલી શરતો જોઇ લોકો આચર્ય માં મુકાઇ ગયા હતા.
સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત લોન યોજના મહત્વપુર્ણ પ્રોજેક્ટ છે અને તેમાં નાના તેમજ મધ્યમ કદના વેપારીઓને બેન્કો મારફત રૂપિયા એક લાખ સુધીની લોન આપવામાં આવશે. આ લોનના પ્રથમ છ મહિના સુધી વેપારીઓએ કોઇ હપ્તા ભરવાના નથી ત્યાર બાદ ૩૦ સરખા હપ્તામાં લોન માત્ર બે ટકા વ્યાજ સાથે આ લોન પરત કરવાની રહેશે. આ લોનમાં રાજ્ય સરકાર દ્વારા ૬ ટકા વ્યાજ સબસીડી આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા તેના માટે અલગથી રૂપિયા પાંચ હજાર કરોડનું ફંડ ફાળવ્યુ છે. નાના અને મધ્યમ કદના વેપારીઓ ઉપરાંત આત્મનિર્ભર ગુજરાત લોન રત્ન કલાકારો, હેર કટીંગ સલુન ચલાવનારા સહિત અન્ય નાના મોટા ધંધાર્થીઓને પણ આપવામાં આવશે. રત્ન કલાકારોને રૂપિયા ૫૦ હજાર સુધીની લોન આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે. જે સંદર્ભે ૨૧મી મે ના રોજથી આ યોજનાનું ફોર્મ બહાર પાડવામાં આવ્યુ છે. સુરતની કો.ઓપરેટીવ બેંક અને સહકારી બેંકોમાં ફોર્મ લેવા માટે સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા. ફોર્મના કારણે બેંકોની બહાર લોકોની ભીડ જોવા મળી હતી. સરળ લોનની મોટી મોટી શરતો જોઇને લોકોના માથે ચકરાઇ ગયા છે. લોન માટે લાઇનમાં ઉભેલા લોકોમાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો છે. કેટલીક બેંકોની બહાર ૧લી જુનથી તેવા પાટીયા પણ લગાવી દેવામાં આવ્યા છે. ખાસ કરીને કતારગામ અને વરાછા વિસ્તારમાં બેંકોની બહાર એક-એક કિલોમીટરો સુધી લાંબી લાઇનો જોવા મળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application