Tapi mitra News:વ્યારામાં માર્કેટ યાર્ડના વેપારીના ગોડાઉનમાં શંકાસ્પદ ઘઉં નો જથ્થો મળી આવતા જિલ્લા પુરવઠા અધીકારી તેમજ વ્યારા પ્રાંત અધિકારી દ્વારા ઘઉંના જથ્થાને સરકારી અનાજના ગોડાઉનમાં મોકલી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે,
લોકડાઉન વચ્ચે સરકારી અનાજની કાળા બજારી થતી હોવાની બાતમીના આધારે તા.20મી મે નારોજ રાત્રે જિલ્લા પુરવઠા અધીકારી ની ટીમ દ્વારા વ્યારા માર્કેટ યાર્ડ માં આવેલા અનાજના વેપારીના ગોડાઉનમાં દરોડા પાડીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, દરમિયાન ટ્રકમાં ભરવામાં આવતા ઘઉંના 422 કટ્ટા જેની કિંમત 4,21,135/- અને ટ્રકની કિંમત 5 લાખ મળી કુલ 9 લાખ થી વધુના મુદામાલ શંકાસ્પદ મળી આવતા તેને સરકારી ગોડાઉન ખાતે મોકલી આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જો તપાસ દરમિયાન જો કોઈ ગેરરીતિ સામે આવશે તો વેપારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. ત્યારે આ બાબતે પ્રમાણિક અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ તલસ્પર્શી તપાસ બાદ જ સાચી હકીકત સામે આવશે.
જીલ્લા પુરવઠા અધિકારી નૈતીકાબેન પટેલના જણાવ્યા અનુસાર,ગઈકાલે અમને બાતમી મળી કે એપીએમસી વ્યારામાં અનાજ ભરાય છે, અમે ત્યાં ગયા અને 12 નંબર ની દુકાન ચિરાગભાઈ શાહ ની છે, ત્યાં ટ્રક ભરતી હતી,ત્યાં તાપસ કરી તો તપાસ દરમ્યાન માલુમ પડ્યું કે તે જથ્થો દાહોદ અને શિહોર થી મંગાવેલો છે, પણ અમારે બિલની ખાતરી કરવાની હજી બાકી છે, ગ્રેડિંગ કરતા સી ગ્રેડનો જથ્થો અને લોકલ ખેડૂત દ્વારા આપવામાં આવેલો જથ્થો થી આ કટ્ટા ભરવામાં આવ્યા છે અને પલસાણા ના તાંતીથૈયા ગમે એક મારવાડીની દુકાનમાં લઇ જવામાં આવતો હતો, પરંતુ શંકાને આધારે અમે કબ્જે લીધેલ છે, ટોટલ 4,21,035/- રૂપિયાનો જથ્થો છે અને 5 લાખની ટ્રક મળી કુલ રૂપિયા 9 લાખ થી વધુનો માલ કબ્જે લઈને સરકારી અનાજના ગોડાઉનમાં મોકલી આપવામાં આવ્યો છે.
આપને અહી એ પણ જણાવી દઈએ છીએકે અગાઉ પણ અહીંથી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું હતું,પરંતુ પરદા પાછળ રહી કાળા કારનામાને અંજામ આપતા કાળા બજારિયાઓના ચહેરા પ્રજા સામે આવતા નથી,અથવા આવા દેતા નથી. સમગ્ર મામલે કાગળો પર તપાસ નામના ઘોડા દોડાવવામાં આવતા હોય છે,ત્યારે એકવાર ફરી અહીંથી શંકાસ્પદ ઘઉંના જથ્થા સાથે ટ્રક પકડાઈ છે.ત્યારે જોવાનું એ રહે છે જવાબદાર અધિકારીઓ કાળા બજારિયાઓના ચહેરા પ્રજા સમક્ષ લાવે છે કે કેમ તે તો જોવાનું જ રહ્યું.
high light-પલસાણા ના તાંતીથૈયા ગમે એક મારવાડીની દુકાનમાં લઇ જવામાં આવતો હતો,
high light-અગાઉ પણ અહીંથી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું હતું,
high light-ટ્રકમાં ભરવામાં આવતા ઘઉંના 422 કટ્ટા જેની કિંમત 4,21,135/- અને ટ્રકની કિંમત 5 લાખ મળી કુલ 9 લાખ થી વધુના મુદામાલ શંકાસ્પદ મળી આવતા તેને સરકારી ગોડાઉન ખાતે મોકલી આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500