Tapi mitra News;“COVID-19”ની મહામારીને કારણે લાગુ “લોકડાઉન”ને પગલે રાજ્ય સમસ્તની જેમ, તાપી જિલ્લામાંથી પણ અસંખ્ય પરપ્રાંતીય શ્રમિકો તેમના વતન તરફ પ્રયાણ કરી ગયા છે. જેને લઈને સ્થાનિક ઔદ્યોગીક એકમોમાં કામદારોનીઅછત વર્તાવા લાગી છે.જેની અસર તાપી જિલ્લાના ઔદ્યોગીક એકમો ઉપર પણ જોવા મળી રહી છે.
જિલ્લાનાનાના-મોટા ઔદ્યોગીક એકમોમાંથી ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરીસ્સા વગેરે રાજ્યના પરપ્રાંતી શ્રમીકો પોતાના વતન જતા રહ્યા હોવાથી, તાપી જિલ્લાના સ્થાનિક યુવકોને રોજગારી મળી રહેતેવા ઉમદા આશય સાથે, જિલ્લાના ઉદ્યોગ ગૃહો પણ ફરી ધમધમતા થાય તે માટે તાપી જિલ્લા કલેક્ટરશ્રી આર.જે.હાલાણીએ,જિલ્લા રોજગાર કચેરીને જરૂરી સુચનો અને માર્ગદર્શન આપી, જિલ્લામાંથી સ્થળાંતરીત થયેલ શ્રમિકોનો સર્વેકરી,અહીના એકમોમાં સ્થાનિક યુવકોને રોજગારી મળી રહે તે માટે જરૂરી કાર્યયોજના ઘડી કાઢવા માટે જણાવ્યુ હતું જે મુજબ જિલ્લારોજગાર અધિકારી શ્રી એન. ડી. ભીલ તથા તેમની કચેરીના કર્મયોગીઓએ જુદી જુદી ટીમ બનાવી સ્થાનિક ઔદ્યોગીક એકમોનીમુકાલાત લઈ, સ્થળાંતરીત થયેલા પરપ્રાંતીઓનો સર્વે કરી જિલ્લામાં રોજગારીની ખાલી જગ્યાઓ મેળવીને, આજગ્યાઓ પર પ્રથમ તબક્કામાં ૧૦૦ થી વધુ સ્થાનિક યુવકોને રોજગારી અપાવવામાં સફળતા મેળવી છે. જિલ્લા રોજગાર અધિકારી શ્રી એન.ડી.ભીલના જણાવ્યા મુજબ હજુ પણ તાપી જીલ્લામાં રોજગારીની વિપુલ તકો રહેલીછે, જે યુવાનો જિલ્લાના ઔદ્યોગીક એકમોમાં સ્કિલ લેબર તરીકે રોજગારી મેળવવા માંગતા હોય તેઓએ, જિલ્લારોજગાર કચેરીની ઈ-મેલ આઈ.ડી. [email protected] પર પોતાનો બાયોડેટા મોકલી આપવો. કે જેથી જરૂરિયાત અને લાયકાત મુજબ તેમને રોજગારી પૂરી પાડવા સાથે, ઉદ્યોગ ગૃહોને પણ સ્કિલ લેબર સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાય.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500