Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરના ૧૧૫૩ અને જિલ્લાના ૮૬ મળીને કુલ ૧,૨૩૯ કેસો નોંધાયા,કુલ ૫૪ દર્દીના મૃત્યુ નોંધાયા

  • May 20, 2020 

Tapi mitra News;સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૨૦ મેના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, કોરોના વાઇરસને કાબુમાં લેવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના દરેક ઝોનમાં અસરકારક અને ઘનિષ્ઠ સર્વેની કામગીરી, વધુમાં વધુ સેમ્પલ લેવા અને સ્ક્રિનીંગની કામગીરી જેવા જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે.  કોરોના સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યા વધી રહી છે. આજે ૨૯ વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૭૭૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. દર્દીઓનો રિકવરી રેટ ૬૭.૩ ટકા થયો છે. શહેરમાં ગઈકાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૧૧૧૮ હતી, જેમાં ૩૫ કેસોનો વધારો થવાથી આજે કુલ ૧,૧૫૩ કેસો થયા છે. કુલ ૫૪ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ૪.૭ ટકા રેટ મૃત્યુ દર છે. પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના લિંબાયત ઝોનમાંથી આજે કુલ ૧૬ કેસો મળી આવ્યા છે, જ્યાં કુલ ૪૩૭ કેસો થયા છે. મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે, આજની સ્થિતિએ ૫૨૦૬ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૫૬૮ લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ૫૩ લોકો છે. ૧૭૭૫ જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વેલન્સ માટે કાર્યરત છે. અત્યાર સુધી ૧૪ લાખ ૮૩ હજાર કરતા વધુ લોકોનુ સર્વેલન્સ કરવામાં આવ્યા છે. સ્લમ વિસ્તારોમાં કુલ ૩૯ ફિવર ક્લિનીક ચાલુ કરવામાં આવ્યા છે. ૭૫ જેટલા રિક્ષા દ્વારા કોવિડ અંગે જાગૃત્તિ લાવવામાં આવી રહી છે. તેમણે શહેરીજનોને લોકડાઉનનું પાલન કરવાં તેમજ જરૂરી કામ વિના ઘરથી બહાર ન નીકળવા, માસ્ક અચૂક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી,નોંધનીય છે કે, સુરત જિલ્લામાં ૮૬ પોઝિટીવ કેસો નોંધાયા છે. સુરત શહેરના ૧૧૫૩  અને જિલ્લાના ૮૬ મળીને કુલ ૧,૨૩૯ કેસો નોંધાયા છે. High light-સુરત જિલ્લામાં આજે ૧૦ દર્દી સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા: કુલ ૪૭ દર્દીઓ સ્વસ્થ થયા Tapi mitra News;સુરત જિલ્લામાં આજે ૧૦ દર્દી સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૪૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, સુરત જિલ્લામાં ગત રોજ પોઝિટીવ કેસોની સંખ્યા ૮૪ હતી, જેમાં ૦૨ કેસનો વધારો થવાથી આજે કુલ ૮૬ કોરોના પોઝિટીવ કેસો થયા છે. જયારે કુલ ૦૨ દર્દીના મૃત્યુ નોંધાયા છે. પોઝિટીવ કેસ પૈકી કામરેજ તાલુકાના નનસાડ  ગામના ૦૧ તેમજ મહુવા તાલુકાના કરચેલિયા ગામના ૦૧ મળી આજે  ૦૨  કેસો મળી કુલ ૮૬ કેસો આવ્યા છે. કુલ ૭૭૮૯ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૮૬ પોઝિટીવ અને ૭૬૫૮ નેગેટીવ કેસો જયારે ૪૫ રિપીટ સેમ્પલ નોંધાયા છે. ૩૭ એક્ટિવ ક્લસ્ટર જેમાં, બોરીયા, અંધાત્રી, બડતલ, સરકુઇ, જુના કાકરાપાર, ચોખવાડા, ખોડાંબા, કાની, સાંધિયેર, દખણવાડ(દેવધ), ઝંખવાવ, નસારપુરા, કડોદરા, પાલી (સાંઈભુપત), દિહેણ, પાલી(ડી.એમ.નગર), લાજપોર, ઇચ્છાપોર, વેગી, વરેલી(ગાયત્રી નગર), વરેલી(દત્ત કૃપા), વરેલી(શાંતિ નગર), વરેલી(વ્રજધામ વિસ્તાર), બારડોલી નગર(તાઈવાડ), વિહારા, ચલથાણ, ભટગામ, નવી પારડી, વલથાણ(શિવશક્તિ), નવા ચકરા, શામપુરા, લિંડીયાત, કપ્લેથા, લાજપોર(કોળીવાડ), લાજપોર(પોપડીયુ ફળિયુ), ઇચ્છાપોર(ઘંટી ફળિયુ), લસકાણા, રાજવડ કન્ટેઈનમેન્ટ કલસ્ટર વિસ્તારનાં કુલ ૧૬,૬૩૪ ઘરો અને કુલ વસ્તી ૭૦,૯૬૮ જેટલી છે. જેમાં સર્વે અને આરોગ્યની ૧૬૬ ટીમ કાર્યરત છે. નોંધનીય છે કે સુરત જિલ્લામાં ૨૩૪૮ લોકો હોમ કોરન્ટાઇન હતા. આજે ૧૬૬ નવા લોકોનો ઉમેરો થતા કુલ ૨૫૧૪ લોકો હોમ કોરન્ટાઇન છે. જયારે આજે ૧૨૪ લોકોનું હોમ કોરન્ટાઇન પૂર્ણ થતા કુલ ૨૩૯૦ લોકોને હાલ હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. High light-આજે નનસાડ ગામના ૦૧ અને કરચેલિયા ગામના ૦૧ મળી ૦૨ પોઝિટીવ કેસો નોંધાયા: પોઝિટીવ કેસોની સંખ્યા ૮૬


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application