Tapi mitra News;લોકડાઉન-૪ માં છૂટછાટ મળતાં તાપી માં દુકાનો ઉઘડતા જનજીવન ધબકતું થયું હોવાનો અહેસાસ થયો હતો. 56 દિવસ પછી વાણંદની દુકાનો ખૂલતાં લોકો કેશકલા માટે ઉમટ્યા હતાં. ઘણાં દુકાનદારોએ દુકાન ખોલી સાફ-સફાઈ કરી ખોરવાઈ ગયેલી આર્થિક જીવનશૈલીને ફરીથી ટ્રેક ઉપર લાવવાના શ્રીગણેશ કર્યા હતાં. બૂટ-ચંપલ, ઈલેક્ટ્રોનિક્સની દુકાનો પણ ઉઘડતા લોકોએ જરૃરિયાત મુજબ ખરીદી કરી હતી. પાન-મસાલાના અમુક જથ્થાબંધ વેપારીઓ પણ ખૂલતા મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટ્યા હતાં. અલબત્ત મહદ્અંશે તમાકુનું વેંચાણ થયું ન હતું. મોટા ભાગના તમાકુના જથ્થાબંધ વેપારીઓએ સ્ટોક ખલાસ હોવાનો રાગ આલાપ્યો હતો. જેની પાછળ પાન મસાલા તમાકુના કાળા બજારનો ઉદ્દેશ્ય જવાબદાર હોવાની લોકચર્ચા પણ થઈ રહી છે. સોનગઢ અને વ્યારામા પણ દુકાનો ખૂલતા સ્થાનિક અર્થતંત્ર સક્રિય થયાનો અહેસાસ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application