Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

“લોકડાઉન” વચ્ચે તાપી જિલ્લાના સખી મંડળોએ ૧,૮૦,૮૮૫ માસ્ક બનાવી આજીવિકા મેળવી

  • May 20, 2020 

Tapi mitra News;“કોરોના”ના કહેરની કપરી ઘડીમા સંવેદનશીલ રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની સાથે જુદા-જુદા ક્ષેત્રો, ખભેખભા મીલાવીને તેમનુ યોગદાન આપી રહ્યા છે. ત્યારે મહીલા સશક્તિકરણના ઉચ્ચતમ ધ્યેય સાથે કાર્યરત કરાયેલ તાપી જિલ્લાનાગ્રામીણ મહીલા સખી મંડળો પણ માસ્ક તૈયાર કરીને આ કપરા સમયમા જરૂરીયાત મંદોની વહારે આવ્યા છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી તરફથી મળેલ વિગતો અનુસાર તાપી જિલ્લામા મિશન મંગલમ યોજના અંતર્ગત કાર્યરત સખી મંડળો પૈકી ૪૩ સખી મંડળો દ્રારા માસ્ક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમના દ્વારા કુલ૧,૮૦,૮૮૫ માસ્ક તૈયાર કરી,આ માસ્કના વેચણ થકી કુલ રૂપિયા ૧૯,૩૮,૭૨૦ આવક મેળવવામાં આવી છે. જિલ્લાની કુલ ૬૬ ગ્રામપંચાયતોમા આ માસ્કનુ વિતરણ કરી,એમ.જી.નરેગા યોજનાના ૮૦૦૦ જેટલા શ્રમીકોને સખી મંડળો દ્રારા બનાવેલ આ માસ્કનુ વિતરણ કરવામા આવ્યુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application