Tapi mitra News;લોકડાઉન ના ચોથા તબક્કામાં રાજ્ય સરકાર દ્વારા કેટલીક આવશ્યક સેવાઓ માટે છૂટ છાટ આપવામાં આવી છે. જેમાં આજથી એસટી નિગમની બસનો પણ સમાવેશ થાય છે,
રાજ્યમાં લોડાઉન-4 માં અપાયેલી છૂટછાટો અંતર્ગત આજથી સોસીયલ ડીસટન્સીંગ સાથે સવારના 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી નાગરિકોને એક જીલ્લા માંથી બીજા જીલ્લામાં જવા એસટી બસ સેવા શરુ થવા પામી છે,મુસાફરે વહેલા બસ સ્ટેન્ડ પર આવવાનું રહેશે, થર્મલ ગનથી તમામ મુસાફરોનું ચેકિંગ કરાશે,ગરીબ-માધ્યમ વર્ગની લાઈફલાઈન સમી એસટી નિગમની બસ સેવા શરુ થતા લોકોએ આંશિક હાશકારો અનુભવ્યો છે, છેલ્લા 56 દિવસથી કોરોના ને ફેલાતો અટકાવવા લોકડાઉન સરકાર દ્વારા જાહેર કરાતા એસટી નિગમની બસ સેવાને બંધ કરાઈ હતી. પરંતુ અર્થતંત્રને પુનઃ ધબકતું કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કેટલાક નિયમોને આધીન બસ સેવાનો આજથી પ્રારંભ કરાયો છે, જેમાં આજથી તાપી જિલ્લા માંથી આંતર જિલ્લા સહિત સુરત તેમજ નવસારી જિલ્લામાં ક્રમશઃ 36 રૂટ શરૂ કરાશે, જેને પગલે જનજીવન સામાન્ય કરવાનો પ્રયાસ સરકાર દ્વારા કરાઈ રહ્યો છે, આને લઈ વેપાર ધંધાને પણ અંશતઃ વેગ મળવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. અને મુસાફરોમાં આનંદ ફેલાયો છે,
High light-સોસીયલ ડીસટન્સીંગ સાથે સવારના 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી નાગરિકોને એક જીલ્લા માંથી બીજા જીલ્લામાં જવા એસટી બસ સેવા શરુ થવા પામી છે,મુસાફરે વહેલા બસ સ્ટેન્ડ પર આવવાનું રહેશે, થર્મલ ગનથી તમામ મુસાફરોનું ચેકિંગ કરાશે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500