Tapi mitra News:લોકડાઉનનો ચોથો તબક્કો શરૂ થતાં જ વતન જવાના નામે પરપ્રાંતિય શ્રમિકો ધમપછાડા કરી રહ્યાં છે.તાપી જિલ્લા ને અડીને આવેલ કાકરાપાર વિદ્યુત અણુ મથક પ્લાન્ટમાં નવા બાંધકામ સાઈટ પર કામ કરતા શ્રમિકોએ વતન જવાની માંગ કરી છે.પ્લાન્ટ બહાર મોટી સંખ્યામાં પરપ્રાંતિયો મેઈન રસ્તા પર આવી ગયાં છે. રસ્તા પર આવેલા પરપ્રાંતિય શ્રમિકોએ વતન જવાની માંગ કરી છે. વતન જવાની જીદ કરી રહેલા લોકો અંગે પોલીસને જાણ થતાં જ સ્થળ પર પહોંચી છે.અત્રે ઉલ્લેખનીય છેકે,થોડા દિવસ પહેલા પ્લાન્ટના સત્તાધીશો અને પોલીસખાતાના ઉચ્ચઅધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો સાથે એક બેઠક મળી હતી જેમાં શ્રમિકોને વતન મોકલવા માટે વ્યવસ્થા કરી આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.પરંતુ શ્રમિકોની ધીરજ ખૂટતા,વતન જવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે.ઘટનાની થતા સ્થળ પર પોલીસનો કાફલો પણ પહોંચ્યો છે,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application