Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ સંચાલકોને હાલમાં ટ્રેનિંગ નહીં આપવા એસો.ની સૂચના

  • May 19, 2020 

Tapi mitra News;રાજ્ય સરકાર દ્વારા લોક ડાઉન ૪.૦ અંતર્ગત જે છૂટછાટો આપવામાં આવી છે. તેને ધ્યાનમાં લઈને મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ સંચાલકોને અત્યારે કોઈપણ પ્રકારની ટ્રેનિંગ નહીં આપવાની સુચના એસો.એ આપી છે. આ સાથોસાથ સરકારના નીતિ-નિયમોનું કડકાઇથી પાલન કરવાનું જણાવ્યું છે. સુરત ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસીયેશને સભ્યોને વિનંતી કરી છે કે, સરકારની ગાઈડલાઈન મુજબ ઓફિસ સવારે ૮ થી સાંજે ૪ વાગ્યા સુધી ફક્ત ૫૦ ટકા સ્ટાફ સાથે ચાલું રાખવી અને માત્રને માત્ર એડમિનિસ્ટ્રેટિવ કામ કરવું. કોઈ પણ પ્રકારની ડ્રાઇવિંગ ટ્રેનિંગ બંધ રાખવામાં આવશે. જેની ખાસ નોંધ લેવી. આ ઉપરાંત સરકારની ગાઈડલાઈન મુજબ માસ્ક , હેન્ડ ગ્લોવ્ઝ અને સેનેટાઈઝર વગેરેનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ખૂબ ધ્યાન રાખવું.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application