Tapi mitra News;લોકડાઉન ૪ની શરૂઆત સાથે જ સુરતના રેડ ઝોનમાં મનાઈ છતાં મોબાઇલની દુકાન ખુલ્લી રાખનારા દુકાનદારને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સુરતમાં કોરોના માટે એપી સેન્ટર બનેલા માન દરવાજામાં આજે ભાટિયા મોબાઇલ નામની દુકાન શરૂ થઈ ગઈ હતી. રેડ ઝોનમાં આવી દુકાનો ખોલવા પર પ્રતિબંધ હોવા છતાં દુકાન શરૂ થઈ ગઈ હતી. આટલું જ નહીં પરંતુ સોશિયલ ડિસ્ટન્સ ના નિયમનો ભંગ કરીને દુકાન શરૂ થતા મહાનગરપાલિકાના લિંબાયત ઝોને કાર્યવાહી કરી હતી. મહાનગરપાલિકાએ દુકાનદાર પાસે પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવાની સાથે દુકાન પણ બંધ કરાવી હતી. મહાનગર પાલિકાએ સ્પષ્ટ કર્યુ છે કે રેડ ઝોનમાં જીવïન જરૂરીયાતની વસ્તુ સિવાયની કોઇપણ દુકાન ખોલી શકાશે નહીં.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application