Tapi mitra News;સુરતના કતારગામ અંબાજી મહોલ્લો ઓવરબ્રિજની નીચે શાંતીનગર ઝુપડપટ્ટીમાં ગત બપોરે કીટ વિતરણ માટે સર્વે કરવા ગયેલા ચાર મિત્રો પૈકી બે મિત્રો ઉપર ઝુપડપટ્ટીના ત્રણથી ચાર અજાણ્યાએ તમે અહીં કેમ આવ્યા છો તેવું કહી હુમલો કરી બુલેટ-મોટરસાયકલમાં તોડફોડ કરી હતી.
મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને સુરતમાં અમરોલી ગણેશપુરા વિક્ષ્વ નગર સોસાયટી ઘર નં- ૧૫૦/૧૫૧ માં રહેતો ૩૦ વર્ષીય અમીતકુમાર સુભાષચંદ્ર પાંડે રેલવે સ્ટેશન વિસ્તારની એક હોટલમાં મેનેજમેન્ટનું કામ કરે છે. હાલ લોકડાઉન ચાલુ હોય ગત બપોરે ૩.૩૦ વાગ્યે તે મિત્રો હુજેફા ખૂજેન માજીવાલા, મુકેશ રાઠોડ અને અન્ય એક મિત્ર સાથે કતારગામ અંબાજી મહોલ્લો ઓવરબ્રિજની નીચે પોતાના બુલેટ અને મોટરસાયકલ પાર્ક કરી શાંતીનગર ઝુપડપટ્ટીમાં કીટ વિતરણ માટે સર્વે કરવા ગયા હતા. મુકેશ અને તેની સાથેનો મિત્ર ઝૂંપડપટ્ટીમાં સર્વે કરી બહાર આવ્યા બાદ અમીતકુમાર અને હુજેફા સાથે ઉભા રહી વાત કરતા હતા ત્યારે ઝુપડપટ્ટીમાંથી ત્રણ થી ચાર અજાણ્યા બહાર આવ્યા હતા અને અમીતકુમાર અને તેના મિત્રોને પૂછ્યું હતું કે તમે અહીં કેમ આવ્યા છો ? આટલું પૂછી તેમણે મુકેશ સાથે ઝઘડો કરવા માંડયો હતો અને તે પીકી એકે મુકેશને લાકડાનો ફટકો મારતા તે ભાગ્યો હતો. બાદમાં તમામે અમીતકુમાર અને હુજેફા ઉપર હુમલો કરતા મુકેશનો મિત્ર પણ ભાગ્યો હતો. અજાણ્યાઓએ બાદમાં અમીતકુમારના બુલેટ અને હુજેફાની મોટરસાયકલને લાકડાના ફટકા મારી તોડફોડ કરી હતી. તે સમયે હુજેફા નજર ચૂકવી પોતાની મોટરસાયકલ લઇ થોડે દૂર ઊભેલી પોલીસ વાન પાસે પહોંચ્યો હતો અને સમગ્ર હકીકત જણાવતા પોલીસ સાથે સ્થળ ઉપર દોડી આવી હતી. આથી ઝૂંપડપટ્ટીના રહીશો ભાગી છૂટ્યા હતા. બાદમાં અમીતકુમાર પોતાનું બુલેટ લઇ ત્યાંથી નીકળ્યો હતો. હુમલામાં અમીતકુમારને માથા, હાથ, પગમાં ઇજા થઇ હતી. જયારે મિત્ર હુજેફાને હાથ, પગ અને પીઠમાં ઇજા થઇ હોય તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બનાવ અંગે કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application