Tapi mitra News;લોકડાઉન-૪ની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે નોન કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં છૂટછાટ આપવામાં આવી છે. જેથી સવારથી નોન કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારમાં દુકાનો ખુલવાની શરૂઆત થઈ હતી. જેમાં પાન-માવા અને હેર સલૂન પર લોકો પહોંચી રહ્યા હતા. જેમાં ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા બરોડા હેર સૂલનના માલિકે જણાવ્યું હતું કે, આજે બે મહિને દુકાન ખોલી છે. જેથી કોઈ ભાવ વધારો કરાયો નથી. જ્યારે પાન-માવાની દુકાનના માલિકે જણાવ્યું હતું કે, ગ્રાહકો હોમ ડિલિવરી કરવા કહે છે અને કોઈ પણ ભાવ આપવા તૈયાર છે. સવારથી ગ્રાહકોએ લાઈન લગાવી છે. જેથી હાલ ૮થી ૧૦ હજારના માલનો ઓર્ડર આપ્યો છે.
નોન કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં આવેલા વિસ્તારમાં છૂટછાટ અપાતા આજથી દુકાનો ખુલી છે. જેમાં ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા બરોડા હેર સલૂનના માલિક સાગર લિંબાચીયાએ જણાવ્યું હતું કે, હું ૧૫ વર્ષથી આ પ્રોફેશનમાં છું. લોકડાઉનમાં ગ્રાહકોના ફોન આવતા હતા પણ લોકડાઉનનું પાલન કરી દુકાન ખોલતા ન હતા. આજે ખુશી થઈ કે નિર્ણય લેવાયો અને અમને દુકાનો ખોલવા દેવામાં આવી છે. અમારા પણ ઈન્સ્ટોલમેન્ટ ચાલે છે ટેન્શન હતું કે ત્રણ મહિના રાહત આપી પણ જૂનથી હપ્તા શરૂ થાય જેથી કામ કર્યા વગર છૂટકો નથી. જે સમય આપવામાં આવ્યો છે અને જે સાવચેતી રાખવાની કહી છે તેનું પાલન કરીશું. હેર સૂલનમાં આવેલા ગ્રાહક યશે જણાવ્યું હતું કે, બે મહિના બાદ વાળ કપાવવા આવ્યો છું. લોકડાઉનમાં બધાને પ્રોબ્લેમ થયા છે. ચોથું લોકડાઉન ચાલુ થયું છે હવે પાંચમું આવે અને ન પણ આવે જેથી દુકાન ખુલતા આવ્યા છીએ. રિસ્ક છે પણ જરૂરત હોવાથી બહાર નીકળે છે. સેફ્ટી ફર્સ્ટ સાથે નિયમોનું પાલન કરવું જોઈએ. ભટાર વિસ્તારમાં આવેલા બોમ્બે પાન હાઉસના માલિક સુનિલ કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, સરકારની છૂટછાટ બાદ આજે દુકાન ખોલી છે. હજુ તો સાફ સફાઈ ચાલી રહી છે. જોકે, જૂના ગ્રાહકોએ લાઈન લગાવી છે. જે માલ દુકાનમાં પડ્યો છે તે નિયત ભાવ પ્રમાણે જ આપી રહ્યા છીએ. જૂના ગ્રાહકો ફોન કરી હોમ ડિલિવરી આપવા કહી રહ્યા છે. ગ્રાહકો હોમ ડિલિવરી માટે કોઈ પણ ભાવ આપવા પણ તૈયાર છે. ૮થી ૧૦ હજાર રૂપિયાનો ઓર્ડર આપ્યો છે. હજુ માલ આવ્યો નથી.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application