Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યુપી સરકારે રેલવેનું ટિકિટ ભાડું જમા કરાવતા શ્રમિકોને પૈસા પરત કરવાનું શરૂ કરાયું

  • May 19, 2020 

Tapi mitra News:વતન પરત થતા કારીગરોના ટ્રેનના ભાડાના પૈસા યુપી સરકારે ચૂકવવાનું નક્કી કર્યું હોવાથી, સુરતમાં કારીગરોને તેમના પૈસા પરત આપવાનું મંગળવારે  શરૂ કરાયું હતું. સુરતથી મંગળવારે બે ટ્રેન ઉત્તર પ્રદેશ રવાના થઇ રહી છે. કુલ ૩૨૦૦ શ્રમિકોને તેમના પૈસા પરત આપવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત ઉધના બીઆરસી નજીક લક્ષ્મી નારાયણ મંદીર પાસે લોકોને યુપી મોકલનારા એડવોકેટ પણ શ્રમિકોને તેમના પૈસા પરત આપી દીધા છે. કોરોના મહામારીને લઈને કારીગરોમાં ભય છે અને તેઓ પૈસા ખર્ચીને વતન જઈ રહ્યા છે. અગાઉ કોંગ્રેસ પક્ષે કારીગરોના રેલવે ભાડાના પૈસા ચૂકવવાની, એટલે કે, કારીગરોને તેમના વતન નિશુલ્ક લઈ જવાની જાહેરાત કર્યા પછી કારીગરો પાસેથી વસૂલાતા ટિકિટના ભાડાના મુદ્દે એક વિવાદ ઉભો થયો હતો.જોકે, બાદમાં ઉત્તરપ્રદેશ સરકારે અખબારોમાં એક જાહેરાત આપીને, અન્ય રાજ્યમાંના પ્રવાસી યુપીવાસીઓના રેલવે ટિકિટોનું ભાડું રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. એવી જાહેરાત કરી હતી અને તે અંતર્ગત સુરતથી નીકળનારી ટ્રેનોના ભાડાના પૈસા રેલવે બોર્ડમાં ગઈકાલે જમા કરાવી દીધાં હતાં. ઉત્તર પ્રદેશ સરકારની આ જાહેરાતને પગલે આયોજકોએ કારીગરોને તેમના પૈસા પરત આપવાનું શરૂ કર્યું છે. આજે સુરતથી બે ટ્રેન ઉત્તરપ્રદેશ માટે ઉપડી રહી છે અને ૩૨૦૦ જેટલાં પ્રવાસીઓને અમે પૈસા પરત કરી રહ્યાં છે. આ ઉપરાંત ઉધના બીઆરસી લક્ષ્મી નારાયણ મંદીર પાસે સેવાનું કાર્ય કરી રહેલા એડવોકેટ વિનય શુકલા દ્વારા મંગળવારે યુપી જાનપુર જતી ટ્રેનના ૧,૬૦૦ જેટલાં શ્રમિકોને તેમના ટીકીટના પૈસા પરત આપી દેવામાં આવ્યા છે. જા કે પીકઅપ પોઇન્ટ પર જાનપુર જનાર શ્રમિકોને વિનય શુકલા અને તેમની ટીમ દ્વારા પૈસા મળ્યા છે કે નહીં તેની પુછપરછ કરી રહ્યા  છે. પૈસા ન મળનારા શ્રમિકોના નંબરો લઇ તેમને કોની પાસેથી ટીકીટ બુક કરાવી હતી તેનો સંપર્ક કરી પૈસા પરત અપાવવાની કામગીરી કરી રહ્યા છે.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application