Tapi mitra News;લોકડાઉન ૪માં રાજ્ય સરકાર દ્વારા નોન કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં નાના મોટા વેપારીઓને દુકાનો ખોલવાની પરવાનગી આપી છે. જેથી સુરતમાં નોન કન્ટેઈન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં ચશ્મા, બુટ ચંપલ, રસોઈના મસાલા, અંડર ગારમેન્ટ સહિત રેડીમેડ ગારમેન્ટની દુકાનો ખુલી છે. જ્યારે દુકાનની બહાર નો માસ્ક નો એન્ટ્રીના બેનર પણ મારવામાં આવ્યા છે. જેમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ સાથે ખરીદી કરી રહ્યા છે. મોટાભાગના લોકોને પોતાનો વિસ્તાર કન્ટેન્ટમેન્ટમાં છે કે નોન કન્ટેન્ટમેન્ટ માં તે ખબર નથી. ઘણા દુકાનદારો અને વેપારીઓ પણ આ અંગે અસમંજસમાં છે. મોટે ભાગે અડાજણ , રાંદેર , રાજમાર્ગ , અઠવા , વેસુ , રીંગરોડ વગેરે વિસ્તારમાં દુકાનો શરૂ થઇ છે. પોલીસï અને પાલિકા દ્વારા લગાડેલી તમામ આડાશો દુર કરી રસ્તાઓ ચાલુ કરી દીધા છે.
ગત રોજ લોકડાઉન ૪.૦માં કન્ટેનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ છૂટછાટને આપવાની જાહેરાત કરવામાં આવી છે જ્યારે નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સુરતીઓને છૂટછાટ મળી છે. સવારથી જ નોન કન્ટેન્ટમનેટ ઝોનમાં દુકાનો શરૂ થઈ હતી. મોબાઈલ શોપ, ગારમેન્ટ, સલૂન, ગિફ્ટ શોપ, ફૂટવેર, હાર્ડવેર, સ્ટેશનરીની દુકાનો ખુલી હતી. બીજી તરફ પાનના ગલ્લાઓ પર પણ પાન અને માવા લેવા લોકોની લાંબી લાઇન લાગી હતી. સાથે જ બે મહિનાથી ઘરોમાં પડી રહેલા વાહનોમાં રીપેરીંગ માટે પણ લોકોએ ગેરેજમાં લાઈનો લગાવી હતી.લોકો હજુ પણ કન્ટેન્ટમેન્ટ અને નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તારને લઈને અસમંજસમાં છે. મોટાભાગના લોકોને પોતાનો વિસ્તાર કન્ટેન્ટમેન્ટમાં છે કે નોન કન્ટેન્ટમેન્ટ માં તે ખબર નથી. ઘણા દુકાનદારો અને વેપારીઓ પણ આ અંગે અસમનજસમાં છે. જા કે મુખ્યમંત્રીની જાહેરાત બાદ મધરાતથી જ સુરત શહેરના તમામ ઓવરબ્રિજ પર લાગેલી આડાશો પાલિકા અને પોલીસે દુર કરી દીધી છે. આ ઉપરાંત રાંદેર , અડાજણમાં રેડ એરીયા સિવાયના તમામ વિસ્તારોમાં બંધ કરાયેલા રસ્તાઓ ખોલી દેવામાં આવ્યા છે. કેટલીક સોસાયટીઓના ગેટ પણ વાહનો માટે ખોલી દેવામાં આવ્યા છે. આમ મંગળવારથી શહેરી જનજીવન ધબકતુ જાવા મળ્યુ છે. સવારથી લોકોએ પોતાની ગાડીની મરામત કરી ગાડીઓમાં હવા પુરાવી નોકરી ધંધે જતા દેખાયા હતા. ખાસ કરીને રાજમાર્ગ , રીંગરોડ , અઠવા , ઘોડદોડ રોડ , પાર્લે પોઇન્ટ , અડાજણ , રાંદેર , રેલ્વે સ્ટેશન , ભાગળ અને પુણા વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની માર્કેટ સહિતની માર્કેટો ખુલી જતાં લોકોએ રાહત અનુભવી છે. રોજી રોજગાર માટે લોકો બહાર નિકળતા જાવા મળ્યા છે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500