Tapi mitra News:કોરોનાને માત આપવા સાથે સાથે લોક ડાઉન ૪ ના નવા નિયમો સાથે સુરતમાં વેપાર ધંધાને શરૂ કરવા માટે મહાનગર પાલિકા અને ઉદ્યોગકારો વચ્ચે મંગળવારે એક મહત્વની બેઠક મળી હતી. જેમાં કોરોનાથી બચવા માટેની તકેદારી સાથે ઉદ્યોગો શરૂ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં જણાવાયું હતું કે સુરત શહેર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ અથવા યુનિટ શરૂ થશે. તેમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી કોઇપણ વ્યક્તિને કામ માટે રાખી શકાશે નહીં. સુરતમાં ટેક્સ્ટાઇલ માર્કેટની દુકાનો એકી બેકી તારીખ સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવે છે. જ્યારે ડાયમંડ, વિવિંગ અને પાવર ઇન્ડસ્ટ્રીઝ રોજ શરૂ રહેશે પણ તેમાં ૫૦ ટકા સ્ટાફ હાજર રાખી શકાશે.
સુરતના ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ખાનગી ઓફિસો ખુલ્લી રહેશે, જ્યારે રેડ ઝોનમાં કોઈ પણ ખાનગી ઓફિસ ખુલ્લી રખાશે નહીં. ઉદ્યોગો સાથેની બેઠકમાં મહાનગરપાલિકાએ સુરક્ષાની કાળજી સાથે જ યુનિટ શરૂ કરવા માટે સૂચના આપી છે. સુરતમાં વિવિધ જગ્યાએ કામ કરતા ૬૫ વર્ષથી ઉપરના અને અન્ય બીમારી ધરાવતા લોકોને કામ પર ના આવવા માટે સૂચના આપવામાં આવી હતી. કામગીરી શરૂ કરવામાં આવે ત્યારે ૫૦ ટકા સ્ટાફ અને દુકાન એકી બેકી તારીખમાં ખોલવાની રહેશે. કોઈ પણ જગ્યા એ ઓન લાઈન ટ્રાન્ઝેકશન માટે આગ્રહ રાખવાની સૂચના આપવામાં આવી હતી. જમવા કે ચા પાણી માટે ડિસ્પોઝેબલ વસ્તુનો આગ્રહ રાખવાની અપીલ કરી હતી. જે પણ ઉદ્યોગ શરૂ થાય ત્યાં સેનિટાઇઝરનો ઉપયોગ ફરજિયાત કરવાની સૂચના આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application