Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

૭૦ વર્ષમાં પહેલીવાર કાપડ ઉદ્યોગ ૫૫ દિવસ લોકડાઉનમાં બંધ રહ્યો, ૨૦ હજાર કરોડનું નુકશાન

  • May 19, 2020 

Tapi mitra News:કોરોના વાઈરસની માહામારી બાદ ૫૫ દિવસના લોકડાઉનને લઇ કાપડ ઉદ્યોગ જગત ૭૦ વર્ષમાં પહેલીવાર ભયંકર મંદીનો સામનો કરવાની તૈયારી કરી રહ્યું છે. ૧૫ લાખ કારીગરો બેરોજગાર બન્યા છે. ૬.૫૦ હજાર લુમ્સ અને ૨ લાખ એમ્બ્રોડરીના કારખાના બંધ થતાં જ ૨૦ હજાર કરોડથી વધારેનું નુકશાન થયું હોય એમ કહીં શકાય છે. નોટબંધી અને જીએસટી બાદ ટેક્સટાઈલ ઉદ્યોગ આ મહામારીમાં સૌથી વધારે નુક્શાનગ્રસ્ત થયો છે. કર માફી અને ઉદ્યોગની લોન પરની વ્યાજ માફી કાપડ ઉદ્યોગ માટે સંજવની સમાન કહી શકાય એવું ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશનના પ્રમુખ અશોક જીરાવાળા કહી રહ્યા છે. હાલ ની પરિસ્થિતિ જોતા કોઈ પણ પેકેજ ટેક્સટાઈલ ઉદ્યોગ ને બેઠું કરી શકે એમ નથી. નોટબંધી અને જીએસટી બાદ કાપડ ઉદ્યોગ લકવાગ્રસ્ત હાલતમાં ચાલી રહ્યો હતો. એમાં હવે ૫૫ દિવસના લોકડાઉનમાં લગભગ ૨૦ હજાર કરોડથી વધુનું નુકશાનની માર સહન કરનાર વેપારીઓ લગભગ એક વર્ષ સુધી બેઠા થાય એવી કોઈ શક્યતા દેખાય રહી નથી. સુરતમાં ૫૫ હજાર સહિત ગુજરાતના ૧ લાખ વિવર્સ હવે માત્ર કર માફી અને ઉદ્યોગ ની લોન પર વ્યાજ માફી મળે તો જ ફરી કાપડ ઉદ્યોગને દેશ અને દુનિયામાં દેશના વિકાશનો પાયો બનાવી શકે છે. હાલ આ માહામારીમાં સુરતના કાપડ ઉદ્યોગનું રોજનું ૩ કરોડ કાપડનું ઉત્પાદન અટક્તા રોજનું ૪૦૦-૫૦૦ કરોડનું નુકશાન થઈ રહ્યું છે. ૧૫ લાખ કારીગરો બેરોજગાર બન્યા છે. ૧૬૦ માર્કેટમાં ૪૫ હજાર દુકાન અને ૧૮૦ મિલો બંધ થઈ ગઈ છે. જેને લઈ ૫૫ દિવસમાં ૨૦ હજાર કરોડનું નુકશાન સહન કરી વેપારીઓ ઘરમાં રહો સુરક્ષિત રહોની અપીલનું પાલન કરી રહ્યા છે.તેïવું ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશનના પ્રમુખ અશોક જીરાવાળાઅશોકભાઈ જીરાવાળાએ જણાવ્યું હતું.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application