Tapi mitra News:સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગામડાઓમાં લાભાર્થીઓને મળવાપાત્ર સસ્તાદરનું અનાજ ન મળતું હોવાની વ્યાપક બુમરાણ ઉઠવા પામી છે. ત્યારે પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી કસુરવારો સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરી પ્રમાણિકતા સાબિત કરે તે જરૂરી બન્યું છે.
આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તાપી જીલ્લાના સોનગઢ તાલુકાના ઝરીઆંબા ગામના જરૂરિયાતમંદ લોકોને સરકાર દ્વારા મળવાપાત્ર અનાજ નો જથ્થો ન મળતો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે, ગ્રામજનોના જણાવ્યા અનુસાર પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર એટલે કે,સસ્તા અનાજની દુકાન દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા બંને અનાજનો જથ્થો મફત આપવામાં આવે છે, પરંતુ અહીના વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન ચલાવનાર દ્વારા 50% નો હિસ્સો આપેલ આ હિસ્સો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો પુરવઠો પુરેપુરો ઓનલાઈન રાજ્ય સરકારની વેબસાઈટમાં પણ મુકેલ છે, અને અમારા વિસ્તારમાં ચાર જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલ છે, જેમાં નિયમિતપણે ત્રણ દુકાનોમાં જથ્થો વિતરણ કરવામાં આવે છે,પણ અમારા ચાર ગામો ઝરીઆંબા,જં આમલપાડા,બાવલી અને ગુંદી જેવા ગામોમાં અનાજનો જથ્થો આપવામાં આવેલ નથી. તા.17મી મે નારોજ રાશનકાર્ડ ક્રમાંક 1 અને 2 ને આપવામાં આવેલ જથ્થો બીજી દુકાનો કરતા સાવ અલગ જ છે,જેમાં ખુબજ ઓછા પ્રમાણનો જથ્થો આપેલ છે, ગામના 11 જેટલા રાશનકાર્ડ ધારકોએ લીધેલ જથ્થો પણ સામેલ છે. અને તેમના પુરાવા પણ છે, સસ્તા અનાજની દુકાનમાં સરકાર દ્વારા જે અધિકારીઓ મુકવામાં આવેલ હોવાછતાં પણ અનાજનો પુરેપુરો જથ્થો આપેલ નથી. અનેકવાર રજૂઆત કરી હોવાછતાં સાંભળતા નથી.
ગામની પરિસ્થિતિ એવી છે કે,ગામના લોકોને મજુરી કર્યા વગર ઘરનું સંચાલન ચાલે તેમ નથી અને જયારે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ યોજના દ્વારા જે અનાજ આપવામાં આવે છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર અનાજનો જથ્થો નિયમિત આપવામાં આવેલ નથી. અહીના વિસ્તારની વ્યાજબી ભાવની દુકાન નંબર 13656 બાવલી,તા.સોનગઢ નાઓને જાણ કરવા છતાં ધમકી આપે છે. અને કહે છે કે તમારાથી જે થતું હોય તે કરી લો, વ્યાજબી ભાવની દુકાનદાર દ્વારા તોઝ્ડુ વર્તન કરવામાં આવતા ગ્રામજનોમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે. ત્યારે જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા સ્થળ તપાસ કરી લાભાર્થીઓના જવાબ લઈ કસુરવારો સામે કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે.
high light- આપનાં વોટ્સએપ મોબાઈલ નંબર પર રેગ્યુલર ન્યુઝ મેળવવા માટે 78200 92500 નંબર ઉપર આપનું અને આપનાં ગામનું નામ લખી મોકલાવો,
high light-ચાર ગામો ઝરીઆંબા,જં આમલપાડા,બાવલી અને ગુંદી જેવા ગામોમાં પુરેપુરો અનાજનો જથ્થો આપવામાં આવેલ નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500