Tapi mitra Nerws:આયુષ મંત્રાલય દ્વારા "કોરોના" સામે અગમચેતીના ભાગરૂપે "રોગપ્રતિકારક શક્તિવર્ધક" દવાઓનું પ્રજાજનોમાં વિતરણ કરીને, તેમને રક્ષા કવચ પૂરું પાડવાના દિશાનિર્દેશ જારી કરાયા છે. જે અનુસાર, તાપી જિલ્લામા પણ કલેકટર શ્રી આર.જે.હાલાણી દ્વારા જુદા જુદા સહયોગીઓ અને સેવાભાવીઓના સથવારે મોટા પાયે "આયુર્વેદિક" અને "હોમીઓપેથી" દવાઓનું વિતરણ હાથ ધરાયુ છે.
વ્યારા સ્થિત સી.એન.કોઠારી હોમીઓપેથીક મેડીકલ કોલેજ, કાલિદાસ હોસ્પિટલ, અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, તાપી દ્વારા કલેકટર શ્રી હાલાણીના માર્ગદર્શન હેઠળ ઇમ્યુનિટી બુસ્ટર ડોઝ તરીકે હોમીઓપેથીક દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.તાપીના જિલ્લા વિકાસ અધિકારી કુ.નેહા સિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એન.એન.ચૌધરીના સહયોગથી જિલ્લાના તમામે તમામ ૫૨૧ ગામોના ૮ લાખથી વધુ પ્રજાજનોને "આર્સેનિક આલ્બમ ૩૦" હોમીઓપેથીક દવાનુ વિતરણ કરીને, કોરોના સામે કવચ પૂરું પાડવાનું કાર્ય કાલિદાસ હોસ્પિટલ દ્વારા હાથ ધરાયુ છે.ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, તાપીના માનદ મંત્રીશ્રી ડો.અજયભાઈ દેસાઈ, સભ્ય શ્રી રાકેશભાઈ શાહ (કાચવાલા), શ્રી સંજયભાઈ શાહ, ડો.જ્યોતિ રાવ તથા તેમની ટિમ દ્વારા તાપી જિલ્લાના તમામ પ્રજાજનોને આ રક્ષા કવચથી રક્ષિત કરીને, "કોરોના" ને તાપી જિલ્લામાં પ્રવેશતો અટકાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.કલેકટર શ્રી આર.જે.હાલાણીએ તાપી જિલ્લાના પ્રજાજનોની સુખાકારી માટે જોયેલુ સ્વપ્ન પૂર્ણ કરવાનો અવસર અમને મળ્યો છે, તેમ જણાવતા ટ્રસ્ટી શ્રી રાકેશભાઈ કાચવાલાએ આ સેવાયજ્ઞમા સૌને સહભાગી થવાનો અનુરોધ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500