Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Corona update:સુરત શહેરમાં કોરોનાના કુલ પોઝિટીવ કેસોની સંખ્યા ૧૦૯૦ થઇ, કુલ ૫૨ દર્દીના મૃત્યુ નોંધાયા

  • May 19, 2020 

Tapi mitar News:સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૧૮ મેના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં ગઈકાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૧૦૫૫ હતી, જેમાં ૩૫ કેસોનો વધારો થવાથી આજે કુલ ૧૦૯૦ કોરોના પોઝિટીવ કેસો થયા છે. તેમજ આજે ૨૧ વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૭૨૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે કુલ ૫૨ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ૬૬.૪૨ ટકા રિકવરી રેટ થયો છે. ૪.૭૭ ટકા મૃત્યુ દર છે.  પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના લિંબાયત ઝોન માંથી કુલ ૧૫ કેસો મળી આવ્યા છે અને કુલ ૪૧૪ કેસો થયા છે. મ્યુ. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું કે, આજની સ્થિતિએ ૪૦૧૪ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૫૪૦ લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ૫૭ લોકો છે. ૧૭૧૪ જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વેલન્સ માટે કાર્યરત છે. અત્યાર સુધી ૧૩ લાખ કરતા વધુ લોકોનુ સર્વેલન્સ કરવામાં આવ્યા છે. સ્લમ વિસ્તારોમાં કુલ ૩૯ ફિવર ક્લિનીક ચાલુ કરવામાં આવ્યા છે. આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર હોમિયોપેથીક દવાનું વિતરણ એક લાખ કરતા વધુ લોકોને આજે આપવામાં આવી હતી. કોવિડના કારણે બાળકોના રસીકરણ કરવા માટે થોડી સમસ્યા ઉભી થઈ હતી, જેનું નિવારણ કરીને આજથી રસીકરણ કામગીરી ફરી એકવાર ચાલુ કરવામાં આવી છે. પ્રિમોન્સુનની કામગીરી આજથી મોટાપાયે ચાલુ કરવામા આવી છે. અત્યાર સુધી આવક વસુલાતમાં સુરત મહાનગર પાલિકાને ૩૨ કરોડની આવક થઈ છે. અત્યાર સુધી ટ્રેન દ્વારા ૨,૬૪,૦૦૦ લોકોને સુરતથી પ્રવાસીઓને પોતાના ઘરે મોકલવામાં આવ્યા હતા. સુરતમાં માસ્કનું પ્રચલન ખૂબ જ વધ્યું છે, જે એક સરાહનીય ટેવ છે. જ્યારે તેની સામે પડકારજનક લાગતાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવુ જરૂરી છે. જો આ નિયમોનું પાલન નહિં કરવામાં આવે તો નિયમભંગ કરનાર લોકો પાસેથી દંડ વસુલવામાં આવશે. તેમણે શહેરીજનોને લોકડાઉનનું પાલન કરવાં તેમજ જરૂરી કામ વિના ઘરથી બહાર ન નીકળવા, માસ્ક અચૂક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે, સુરત જિલ્લામાં ૮૩ પોઝિટીવ કેસો નોંધાયા છે. સુરત શહેરના ૧૦૯૦ અને જિલ્લાના ૮૩ મળીને કુલ ૧૧૭૩ કેસો નોંધાયા છે.  

high light-સુરત જિલ્લામાં કોરોનાના કુલ પોઝિટીવ કેસોની સંખ્યા ૮૩ થઇ,આજે નવા ૦૫ પોઝિટીવ કેસો નોંધાયા
Tapi mitra News;સુરત જિલ્લામાં પોઝિટીવ કેસોની સંખ્યા ૭૮ હતી, જેમાં ૫ કેસોનો વધારો થવાથી આજે કુલ ૮૩ કોરોના પોઝિટીવ કેસો થયા છે. તેમજ આજ સુધી કુલ ૩૬ દર્દીઓને સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે કુલ ૦૧ દર્દીના મૃત્યુ નોંધાયા છે. પોઝિટીવ કેસો પૈકી ચોર્યાસી તાલુકાના ૦૧, કામરેજ તાલુકાના કઠોદરા ગામના ૦૧, ઓલપાડ તાલુકાના ભટગામના ૦૨  તેમજ વિહારા ગામના ૦૧ મળી આજે ૫ કેસો મળી કુલ ૮૩ કેસો આવ્યા છે. કુલ ૭૩૦૯ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૮૩ પોઝિટીવ અને ૭૧૮૧ નેગેટીવ કેસો જયારે ૪૫ રિપીટ સેમ્પલ નોંધાયા છે. ૩૧ એક્ટિવ ક્લસ્ટર જેમાં, બોરીયા, અંધાત્રી, બડતલ, ગાંગપુર, કવાસ, કેવડી, ડુંગર, સેવણી, જુના કાકરાપાર, ચોખવાડા, ખોડાંબા, કાની, સાંધિયેર, દખણવાડ(દેવધ), ઝંખવાવ, નસારપુરા, કડોદરા, પાલી (સાંઈભુપત), દિહેણ, પાલી(ડી.એમ.નગર), લાજપોર, ઇચ્છાપોર, વેગી, વરેલી(ગાયત્રી નગર), વરેલી(દત્ત કૃપા), વરેલી(શાંતિ નગર), વરેલી(વ્રજધામ વિસ્તાર), બારડોલી નગર(તાઈવાડ), વિહારા, ચલથાણ, ભટગામ કન્ટેઈનમેન્ટ કલસ્ટર વિસ્તારનાં કુલ ૧૬,૮૪૪ ઘરો અને કુલ વસ્તી ૭૨૦૪૭ જેટલી છે. જેમાં સર્વે અને આરોગ્યની ૧૬૩ ટીમ કાર્યરત છે. નોંધનીય છે કે સુરત જિલ્લામાં ૧૯૭૩ લોકો હોમ કોરન્ટાઇન હતા. આજે ૩૪૬ નવા લોકોનો ઉમેરો થતા કુલ ૨૩૧૯ લોકો હોમ કોરન્ટાઇન છે. જયારે આજે ૮૪ લોકોનું હોમ કોરન્ટાઇન પૂર્ણ થતા કુલ ૨૨૩૫ લોકોને હાલ હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application