Tapi mitra News:કોરોના વાઇરસના સંકટ સમયમાં દેશમાં લાગુ થયેલા લોકડાઉનમાંના કપરા સમય દરમિયાન ગરીબ જરૂરિયાતમંદ કુટુંબો જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓથી વંચિત ન રહી જાય તે માટે મહુવાના ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા ગરીબવર્ગની વ્હારે આવ્યા છે. શ્રી મોહનભાઈ ઢોડિયાએ અવિરત સેવાકીય પ્રવૃત્તિને આગળ વધારતાં આજ રોજ મહુવા તાલુકાના ૧૪ ગામોના વય વંદના, વૃધ્ધ સહાય, વિધવા સહાય યોજનાના કુલ ૧૨૦૩ લાભાર્થીઓને મરી મસાલો, ચા-ખાંડ, તેલ સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અગાઉ તા.૧૬મી ના રોજ મોહનભાઈ દ્વારા ૧૬ ગામોના ૯૭૧ લાભાર્થીઓને પણ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. લોકડાઉનમાં હજુ પણ ધારાસભ્યશ્રી દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવશે.
મહુવા તાલુકાના શેખપુર, મૂડત, અંધાત્રી, વડીયા, ડુંગરી, નળધરા, કરચેલીયા, વાંસકુઈ, કઢૈયા, વાંક, વસરાઈ, પુના, બુટવાડા તેમજ અલગટ એમ કુલ ૧૪ ગામોના કુલ કુલ ૧૨૦૩ લાભાર્થીઓને કીટ વિતરણ કરાયું હતું. ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં કોરોના સંકટ વચ્ચે ગરીબો, વંચિતોની કાળજી લેવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા હોવાનું જણાવી લોકડાઉનના દિશાનિર્દેશો અને નિયમોનું પાલન કરી સરકારને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ સાથે ગ્રામજનોને સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવાનું મહત્વ અને સેનિટાઈઝરના ઉપયોગ સાથે વારંવાર હાથ ધોવાથી થતાં ફાયદા અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500