Tapi mitra News:કોરોના વાયરસની મહામારી વચ્ચે રોગપ્રતિકારક શકિત વધારવા માટે કેન્દ્ર સરકારના આયુષમાન મંત્રાલય દ્વારા જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે. જેથી જિલ્લા પંચાયતના આયુર્વેદિક દવાખાના, કુંભારીયાના મેડિકલ ઓફિસર ડો.ઘનશ્મામભાઈ પટેલની આગેવાની હેઠળ સૂરત શહેરના સણીયા-કનડે, સણીયા-હેમાદ, સાબરગામ, સારોલી, દેલાડવા, ખરવાસા, મોહિની, દેવધ, પુના ગામ, યોગી ચોક, પરવત ગામ અને કુંભારિયા ગામની આજુબાજુની ૫૦ કરતા વધારે સોસાયટીમાં દોઢ માસ દરમિયાન ૧.૫૦ લાખ લોકોને આયુર્વેદિક ઉકાળા વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાપોદ્રા, સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ મિત્રોને પણ રોગ પ્રતિકારક શક્તિ વર્ધક આયુર્વેડીક ઔષધી સંશમની વટી અને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500