Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાંસદ સી. આર.પાટિલ દ્વારા પોલો ટ્રાવેલ્સના સહયોગથી પરપ્રાંતીય શ્રમિકો માટે સુરતથી વતન જવા નિ:શુલ્ક બસ સેવા શરૂ કરાઈ  

  • May 19, 2020 

Tapi mitra News:સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ કહેર વર્તાવી રહ્યો છે, ત્યારે ભારતમાં પણ તેના સંક્રમણને નાથવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યું છે. તેવા સમયે સાંસદ શ્રી સી. આર.પાટિલ દ્વારા પોલો ટ્રાવેલ્સના શ્રી જયેશભાઇ રામાણીના સહયોગથી વતન જવા ઇચ્છતાં પરપ્રાંતીય શ્રમિકો માટે નિ:શુલ્ક બસ સેવા શરૂ કરી છે. શ્રમિકો પગપાળા વતન ન જાય તે માટે સુરતમાંથી દરરોજ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે, આ ઉપરાંત શ્રી સી.આર.પાટિલ દ્વારા નિ:શુલ્ક બસ સેવા દ્વારા શ્રમિકોને તેમના વતન સુધી પહોંચાડવાના સ્તુત્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બસ સુવિધાના આયોજનમાં ધારાસભ્યશ્રી હર્ષભાઇ સંઘવી, સંગીતાબેન પાટીલ, હિંદવા ગૃપનાં શ્રી મુકેશભાઇ પટેલ અને પૂર્વ ધારાસભ્યશ્રી જનકભાઇ બગદાણાનો ઉમદા સહયોગ મળ્યો છે.પ્રથમ તબક્કામાં બે બસોને સાંસદ શ્રી સી. આર.પાટિલ દ્વારા લીલી ઝંડી આપી રવાના કરાઈ હતી. બસ સુવિધા અંતર્ગત પ્રત્યેક શ્રમિકો માટે ફૂડ પેકેટ અને મિનરલ વોટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રમિકો વતન જઈને માસ્ક પહેરે, દૈનિક જીવનમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરી પોતાના અને અન્યના સ્વાસ્થ્ય અને સુખાકારીનો ખ્યાલ રાખે તેમજ સરકારને લોકડાઉનના અમલમાં સહયોગ આપે તેની સમજ પૂરી પાડવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application