હનીફ માંજુ દ્વારા ભરૂચ:ભરૂચના મંગલેશ્વર ગામે નર્મદા નદી કિનારે ગેરકાયદેે રેેતી ખનન પર ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી એક્સકેવેટર મશીન જપ્ત કર્યું હતું. મશીનના માલિક સહિત રેતી ચોરીના અન્ય સાગરિતોને શોધવાની કવાયત હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મંગલેશ્વર ગામે કેટલાંક શખ્સોએ નર્મદા નદીના કિનારે રેતી ચોરી કરી રહ્યાં હોવાની બાતમી ખાણ ખનીજ વિભાગની ટીમને થતાં ટીમે ત્રણેક દિવસ પહેલાં સ્થળ પર દરોડો પાડ્યો હતો. જોકે ટીમ પહોંચે તે પહેલાં રેતી માફિયાઓને જાણ થઇ જતાં તેઓ ત્યાંથી રફૂચક્કર થઇ ગયાં હતાં. દરમિયાનમાં ગઇકાલે શનિવારે પુન: રેતી માફિયાઓ સક્રિય થયાં હોવાની ચોક્કસ બાતમી મળતાં ખાણ ખનીજ વિભાગના ભુસ્તર શાસ્ત્રી કે. જે. રાજપુરા તેમજ તેમની ટીમે ખાનગી વાહનમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરતાં સ્થળ પર એક એક્સકેવેટર મશીન મળી આવ્યું હતું. ટીમે 40 લાખની મત્તાનું મશીન જપ્ત કરી સ્થળની ફોટોગ્રાફી તેમજ વીડિયોગ્રાફી કરી હતી.ભરૂચ ભુસ્તરશાસ્ત્રી કે. જે. રાજપુરાએ જણાવ્યું કે મંગલેશ્વરની સીમમાં સરકારી જમીનમાં રેતી ચોરીનું કૌભાંડ પર દરોડો પાડ્યો હતો.જ્યારે આરોપીઓ સ્થળ પર મળ્યાં ન હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application