Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લીવ ઇનમાં રહેતી યુવતીને પ્રેમીએ નોકરી માટે દબાણ કરી ગોંધી રાખી

  • May 19, 2020 

હનીફ માંજુ દ્વારા ભરૂચ:ભરૂચમાં રહેતી 20 વર્ષીય યુવતી લગ્ન કર્યા વગર પ્રેમીના ઘરે રહેતી હતી.જોકે વિધવા માતાના સમજાવવા છતાં નહીં માનેલી પુત્રીને તેના પ્રેમીએ નોકરી કરવા જવાનું દબાણ કરી તેને માર મારી ત્રાસ આપી ઘરમાં ગોંધી દીધી હતી. યુવતીએ 181 અભયમની મદદ માગતા મહિલા કાર્યકરોએ યુવતીનું કાઉન્સિલીંગ કરી તેની માતા સાથે મિલન કરાવ્યું હતો. ભરૂચમાં વિધવા માતા સાથે તેની 20 વર્ષીય સંગીતા (નામ બદલ્યું છે) રહેતી હતી. થોડા મહિના અગાઉ સંગીતાની એક યુવક સાથે આંખો મળી જતા તેની માતાને તરછોડીને યુવકના ઘરે તેની સાથે લગ્ન કર્યા વગર રહેવા જતી રહી હતી. માતાએ શોધખોળ કરતાં તે શહેરના એક યુવાનના ઘરેમાં રહેતી હોવાની માહિતી મળી હતી. જેતી માતાએ તેના ઘરે જઈને પુત્રીને ઘરે આવી જવા સમજાવી હતી પરંતુ પ્રેમમાં અંધ બનેલી યુવતીએ માતાને તેની સાથે આવવાની ના પાડી હતી. જોકે યુવક કોઈ કામ ધંધો કરતો નહિ તેના વૃધ્ધ માતા-પિતા નોકરી કરીને તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા દિવસમાં જ યુવકના ઘરમાં રૂપિયાની તંગી વર્તાતા યુવકે સંગીતાને નોકરી કરવા દબાણ કર્યું હતું. જોકે સંગીતાએ તેને કહ્યું હતું કે, તું પુરુષ છે તારે કમાવીને મને ખવાડવું જોઈએ તમારા ઘરડા માતા-પિતા નોકરી કરે છે તેની શરમ કરવી જોઈએ. યુવકે સંગીતાને કહ્યું કે અહીંયા રહેવું હોય તો રૂપિયા કમાવીને આપવા પડશે હું કોઈ કામ નથી કરવાનો. જોકે સંગીતાએ પણ ના પાડતા યુવકે તેને માર મારીને ઘરમાં ગોંધી દીધી હતી. તેથી સંગીતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કરીને મદદ માંગી હતી. સંગીતાના કોલ મળતા જ ટીમે સ્થળ પર પહોંચી બંનેય તરફની વાત સાંભળી હતી. જોકે યુવતીએ તેની માતા સાથે રહેવા જવા જણાવતા ટીમે માતાનો સંપર્ક કરી તેમને પણ સમજાવવી સંગીતાનો માતા સાથે સુખદ મિલન કરાવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application