હનીફ માંજુ દ્વારા ભરૂચ:લોકડાઉનમાંં જિલ્લાના 6500 ઉદ્યોગોએ 5 હજાર એમએલડી પાણી નહીં વાપરતા ભરૂચ-અંકલેશ્વર શહેરને 3 મહિના સુધી ચાલે એટલા પાણીની બચત થઇ છે. દહેજ અને વિલાયત ઈન્ડસ્ટ્રીઝે 32 દિવસ ઉદ્યોગોને ચાલે એટલું પાણી ઓછું વાપર્યું છે જ્યારે અંકલેશ્વર -પાનોલીના ઉદ્યોગોએ 40 દિવસ સુધી ચાલે એટલા પાણીનો વપરાશ કર્યો નથી.
ભરૂચમાં 12000 પૈકી 6500 થી વધુ ઉદ્યોગો કાર્યરત છે. લોકડાઉનના પ્રથમ 21 દિવસ ઉદ્યોગો સદંતર બંધ રહ્યા હતા. બાકીના 2 લોક ડાઉન વચ્ચે છુટછાટ મળતા 3700 ઉદ્યોગો કાર્યરત થયા છે. લોક ડાઉનના 52 દિવસ પૂર્ણ થઇ ગયા છે ત્યારેે જિલ્લાના ઉદ્યોગોથી 5000 એમ.એલ.ડી પાણીની બચત થઇ છે. પાણી રાસાયણિક પ્રક્રિયામાં ન વપરાતા પ્રદૂષિત થતા પણ બચ્યું છે. ભરૂચને રોજના 45 એમ.એલ.ડી અને અંકલેશ્વરને 10 એમએલડી પાણીની જરૂરિયાત છે. 5 હજાર એમએલડી પાણીની બચત થતાં 90 દિવસ ચાલે તેટલા પાણીની બચત થઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application