હનીફ માંજુ દ્વારા ભરૂચ:જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના માર્ગદર્શન આપતાં સમાહર્તાશ્રીએ જણાવ્યું હતું કે, માર્ગ-મકાન વિભાગ, આરોગ્ય વિભાગ પંચાયત, એસ.ટી., વિજળી, પાણીપુરવઠા, પોલીસ વિગેરે જેવા મહત્વના તમામ વિભાગોએ કંટ્રોલ રૂમ ચાલુ કરવાના રહેશે. આ વિભાગોએ ચાલુ કરાવેલ કંટ્રોલરૂમ ૨૪ કલાક ચાલુ રહે તેમજ આપત્તિ સમયે કોઈ પ્રકારની પરિસ્થિતિને પહોંચીવળવા માટે અધિકારી / કર્મચારીઓને ફરજ સોંપવાની રહેશે અને અધિકારી -કર્મચારીઓ હેડક્વાર્ટરમાં હાજર રહે તેની તકેદારી કચેરીના વડાએ રાખવાની રહેશે.
ઉપરવાસમાં વધુ વરસાદના કારણે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે છે ત્યારે ભરૂચ અને અંકલેશ્વરને તેમજ કાંઠાના વિસ્તારને વધારે અસર થાય છે તેનો ઉલ્લેખ કરતાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, આ બંને નગરપાલિકાના ચીફ ઓફિસર વધુ તકેદારી રાખીને પાણીનો નિકાલ, કાદવનો નિકાલ તેમજ રાહત કામગીરી વધુ ઝડપથી કરવાની રહેશે.વધુમાં કલેક્ટરશ્રીએ ઝાડ પડવા, રસ્તા બંધ થવા, ખેતરમાં પાણી ભરાય પાકને નુકશાન થાય તેનુ વળતર, પશુ મરી જાય તેનું વળતર, સંભવિત જાનહાનિ વિગેરે જિલ્લાના ઉદ્યોગોને થયેલ નુકશાનના સર્વે, પુરની પરિસ્થિતિમાં આશ્રયસ્થાનો તૈયાર રાખવા, ભોજન વ્યવસ્થા, વિગેરે જેવી વરસાદની ઋતુમાં કરવામાં આવતી તમામ કામગીરીમાં કોઈ પણ પ્રકારની કચાસ કે બેદરકારી ચલાવી લેવામાં નહિ આવે. બચાવ અને રાહતની કામગીરી જવાબદારી સાથે સારી રીતે થાય તે જોવા જણાવ્યું હતું.આરોગ્ય વિભાગ ધ્વારા કોરોના વાઈરસ(COVID-19) ની કામગીરીની સાથો સાથ આરોગ્યના દવા ગ્રામ્ય વિસ્તારમાં તે માટે દવા છંટકાવ, મેલેરીયા કે કોલેરા ના થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવા સમાહર્તાશ્રીએ જણાવ્યું હતું.ભરૂચ જિલ્લાના દરિયા કાંઠાના માછીમારોને ખતરા સમયે દરિયામાં ના જવાની સૂચનાઓનો અમલ કરાવવા ફીશરી વિભાગને જણાવ્યું હતું તેમજ આગરિયાના મજૂરોની યાદી તૈયાર કરવા અને તેમને તકલીફ ના પડે તે માટે સાવચેતી રાખવા જણાવ્યું હતું તેમજ આલિયા બેટ જેવા વિસ્તારમાં નાગરિકો ફસાય તો તેને પણ તત્કાલ બચાવ અંગે કાર્યવાહી હાથ ધરવી અને આપત્તિ સમયે રાહત કામગીરી તાત્કાલિક કરી શકાય તેવું આયોજન કરવા સર્વે અધિકારીઓને માર્ગદર્શન આપી સૂચનો કર્યા હતા.આ બેઠકમાં ઉપસ્થિત સર્વે અધિકારીઓને કોરોના વાયરસની સલામતી અને સાવચેતી માટે પોતાના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ, કાર્યપાલક ઈજનેરશ્રી, પ્રાંત અધિકારીશ્રી, ના.કા.ઈશ્રી વિગેરે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500