હનીફ માંજુ દ્વારા ભરૂચ:ભરૂચ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને આગેવાન એવા દિલાવર પટેલના આકસ્મિક નિધન અંગે રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે શોકની લાગણી વ્યક્ત કરી હતી.
ભરૂચ તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ, ભરૂચ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે જવાબદારી નિભાવનાર મુળ ભરૂચ તાલુકાના ઊપરાલી ગામના વતની એવા દિલાવર પટેલનું હ્રદયરોગના હુમલાને કારણે આકસ્મિક નિધન થવા પામ્યું છે જેને લઇને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો તેમજ કાર્યકરોમાં શોકની લાગણી પ્રવર્તી ગઇ છે. રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે દિલાવરભાઈ પટેલના મૃત્યુ અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું હતું કે એક સંનિષ્ઠ અને લોકોને સાથે જોડાઈ રહેનાર અને છેવાળા ના લોકો માટે પણ સદાય તત્પર રહેનાર એવા દિલાવર પટેલના નિધન થી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના એક એવા કાર્યકર ની ખોટ પડી છે કે જે કદાચ પૂરી નહીં શકાય. અહેમદભાઈ પટેલે દિલાવરભાઈના પરિવારજનોને સાંત્વના આપી હતી અને આ દુઃખની ક્ષણોમાં પોતે એમની સાથે હોવાનું જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application