Tapi mitra News;સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૧૭ મેના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં ગઈકાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૧૦૨૦ હતી, જેમાં ૩૫ કેસોનો વધારો થવાથી આજે કુલ ૧૦૫૫ કોરોના પોઝિટીવ કેસો થયા છે. તેમજ આજે ૩૧ વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૭૦૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે કુલ ૫૦ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ૬૬.૬ ટકા રિકવરી રેટ થયો છે. ૪.૭ ટકા મૃત્યુ દર છે. જે મૃત્યુના કેસ આવ્યા છે તેમાં દર્દી છેલ્લી ઘડીએ હોસ્પિટલ આવેલા હોય છે. એટલે જ્યારે પણ લક્ષણો દેખાય છે ત્યારે તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.
પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના લિંબાયત ઝોનમાંથી કુલ ૧૦ કેસો મળી આવ્યા છે, અને કુલ ૩૯૯ કેસો થયા છે. મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે, આજની સ્થિતિએ ૩૫૬૨ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૫૦૭ લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ૬૯ લોકો છે. ૧૭૦૦ જેટલી ટીમો સર્વેલન્સ માટે કાર્યરત છે.
૫૫૬૮ બસો દ્વારા ૧,૪૭,૦૦૦ લોકોને સુરતથી પોતાના વતન મોકલવામાં આવ્યા છે. સુરતમાં માસ્કનું પ્રચલન ખૂબ જ વધ્યું છે, જે એક ખુબ જ સારી અને પ્રશંસનીય પહેલ છે. જ્યારે તેની સામે સોશિયલ ડિસ્ટન્સિંગ ખૂબ જ પડકારજનક લાગે છે. આથી લોકોએ તેને ખૂબ જ સારી રીતે પાલન કરવુ જરૂરી છે. આ સિવાય એક મહત્વની બાબત એ છે કે દિવસમાં વારંવાર હાથ ધોવા જોઈએ. દિવસમાં સરેરાશ ૯૦ વખત આપણા મોંને આપણા હાથ સ્પર્શે છે. તેમણે શહેરીજનોને લોકડાઉનનું પાલન કરવાં તેમજ જરૂરી કામ વિના ઘરથી બહાર ન નીકળવા, માસ્ક અચૂક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.નોંધનીય છે કે, સુરત જિલ્લામાં ૨૧ પોઝિટીવ કેસો નોંધાયા છે. સુરત શહેરના ૧૦૨૦ અને જિલ્લાના ૭૮ મળીને કુલ ૧૦૯૮ કેસો નોંધાયા છે.
High light-સુરત જિલ્લામાં કોરોનાના કુલ પોઝિટીવ કેસોની સંખ્યા ૭૮ થઇ,આજે નવા ૧૧ પોઝિટીવ કેસો નોંધાયા
Tapi mitra News:સુરત જિલ્લામાં પોઝિટીવ કેસોની સંખ્યા ૬૭ હતી, જેમાં ૧૧ કેસોનો વધારો થવાથી આજે કુલ ૭૮ કોરોના પોઝિટીવ કેસો થયા છે. તેમજ આજ સુધી કુલ ૩૬ દર્દીઓને સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે કુલ ૦૧ દર્દીના મૃત્યુ નોંધાયા છે. પોઝિટીવ કેસો પૈકી કામરેજ તાલુકાના પારડી ગામના ૦૧ અને વલણ ગામના ૦૧ કેસ, ચોર્યાસી તાલુકાના લાજપોર ગામના ૦૪, કપ્લેથા ગામના ૦૧, ઇચ્છાપોર ગામના ૦૧, ઉમરપાડા તાલુકાના શામપુરા ગામના ૦૧, નવા ચકરા ગામના ૦૧ તેમજ માંગરોળ તાલુકાના લિંડીયાત ગામના ૦૧ મળી આજે ૧૧ કેસો મળી કુલ ૭૮ કેસો આવ્યા છે. કુલ ૭૧૩૨ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૭૮ પોઝિટીવ અને ૭૦૦૯ નેગેટીવ કેસો જયારે ૪૫ રિપીટ સેમ્પલ નોંધાયા છે.
૩૨ એક્ટિવ ક્લસ્ટર જેમાં, બોરીયા, અંધાત્રી અનાવલ, બડતલ, ગાંગપુર, કવાસ, કેવડી, ડુંગર, સેવણી, જુના કાકરાપાર, ચોખવાડા, ખોડાંબા, કાની, સાંધિયેર, દખણવાડ(દેવધ), ઝંખવાવ, નસારપુરા, કડોદરા, પાલી (સાંઈભુપત), દિહેણ, પાલી(ડી.એમ.નગર), લાજપોર, ઇચ્છાપોર, વેગી, વરેલી(ગાયત્રી નગર), વરેલી(દત્ત કૃપા), વરેલી(શાંતિ નગર), વરેલી(વ્રજધામ વિસ્તાર), બારડોલી નગર(તાઈવાડ), વિહારા, ચલથાણ, ભટગામ કન્ટેઈનમેન્ટ કલસ્ટર વિસ્તારનાં કુલ ૧૮,૧૬૩ ઘરો અને કુલ વસ્તી ૭૭,૭૦૪ જેટલી છે. જેમાં સર્વે અને આરોગ્યની 176 ટીમ કાર્યરત છે. નોંધનીય છે કે સુરત જિલ્લામાં ૧૮૮૩ લોકો હોમ કોરન્ટાઇન હતા. આજે ૨૪૬ નવા લોકોનો ઉમેરો થતા કુલ ૨૧૨૯ લોકો હોમ કોરન્ટાઇન છે. જયારે આજે ૧૫૬ લોકોનું હોમ કોરન્ટાઇન પૂર્ણ થતા કુલ ૧૯૭૩ લોકોને હાલ હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500