નવી દિલ્હી:સરકારે લોકડાઉન 4.0 માટે ગાઇડ લાઇન બહાર પાડી છે. ચોથા તબક્કાનાં આ લોકડાઉનમાં લોકોને અનેક પ્રકારની છુટછાટ આપવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં પહેલા જ કહ્યું હતું કે, લોકડાઉન 4.0 નવા રૂપરંગ વાળું હશે. નવા નિયમોમાં આર્થિક ગતિવિધિઓને સ્પીડ આપવા માટે છુટમાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ લોકોનાં આવન જાવન પર પણ અનેક પ્રકારનાં પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે.
high light-લોકડાઉન લંબાવાયું આવા રહેશે નિયમો...
- વધારે 14 દિવસ માટે વધાર્યું લોકડાઉન
- ગૃહ મંત્રાલય દ્વારા ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી
- હોટલ રેસ્ટોરન્ટ સહિતના સ્થળો બંધ રહેશે
- તમામ પ્રકારની શાળા કોલેજો બંધ રાખવા સુચના
- મેટ્રો અને ટ્રેન સહિતની સુવિધાઓ રહેશે બંધ
- તમામ ધાર્મિક સ્થળ બંધ રાખવાનાં રહેશે
- હોટસ્પોટ વિસ્તારમાં કોઇ જ છુટછાટ નહી મળે
- સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડ્યનો પર પ્રતિબંધ
- સાંજે 4થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યું યથાવત્ત
દેશમાં કોરોના વાયરસને ફેલાતુ અટકાવવા માટે 22 માર્ચે જનતા કર્ફ્યું બાદ 24 માર્ચે દેશ વ્યાપી લોકડાઉન વધારવામાં આવ્યું હતું. પહેલા લોકડાઉનમાં નિયમ ખુબ જ કડક હતા. પહેાલ લોકડાઉનનાં નિયમો ખુબ જ કડક હતા. ત્યાર બાદ 15 એપ્રીલથી લોકડાઉન 2.0 ચાલું થયું જે 3 મે સુધી ચાલ્યું. કોરોના મુદ્દે ઘટાડો નહી થવા અંગે ફરીથી લોકડાઉન વધારવામાં આવ્યું જે 17 મે એટલે કે આજે ખતમ થઇ રહ્યું છે. અહી એ પણ જણાવી દઈએ છીએકે,તમિલનાડુ, મહારાષ્ટ્ર, પંજાબ અને મિઝોરમ પહેલાજ 31 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી ચૂક્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application