મહારાષ્ટ્ર સરકારે લૉકડાઉન-4ની જાહેરાત કરી દીધી છે. આજે લૉકડાઉન 3ની સમયમર્યાદા પૂરી થઈ રહી છે. કેન્દ્ર સરકાર આજે લૉકડાઉન-4ના નિયમો અને દિશા-નિર્દેશોની જાહેરાત કરે તે પહેલા જ મહારાષ્ટ્ર સરકારે લૉકડાઉનને 31 મે સુધી વધારી દીધું છે.
મહારાષ્ટ્રના રાહત અને પુનર્વાસ વિભાગે આ સંબંધમાં પત્ર જારી કર્યો છે. મહત્વનું છે કે,મહારાષ્ટ્ર કોરોના વાયરસથી દેશમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. અહીં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી અહીં દરરોજ કોરોનાના લગભગ 1500 મામલા સામે આવી રહ્યાં છે. મહારાષ્ટ્ર સરકાર તરફથી જારી પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં કોવિડ-19ના સંક્રમણની સ્થિતિને જોતા લૉકડાઉન વધારવુ જરૂરી છે. તેથી રાજ્ય સરકારે 31 મેની અડધી રાત સુધી લૉકડાઉન વધારવાનો નિર્ણય કરે છે. રાજ્ય સરકાર પ્રમાણે મહારાષ્ટ્ર સરકારના તમામ વિભાગ લૉકડાઉનને પ્રભાવી અને આક્રમકતાથી લાગૂ કરવા માટે તમામ દિશા-નિર્દેશોનું પાલન કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application