Tapi mitra News:“કોરોના” સંદર્ભે અમલી “લોકડાઉન”ની સ્થિતિ વચ્ચે જ્યારે ધંધા રોજગાર બંધ છે ત્યારે, રાજ્યની સંવેદનશીલ સરકારે ખૂબ જ સંવેદના સાથે “સુજલામ સુફલામ જળસંચય યોજના-3” અંતર્ગત, ગ્રામીણ શ્રમિકોને ઘર આંગણે જ રોજગારી પૂરી પાડીને શ્રમિક પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે.
ગુજરાતનાં છેવાડે આવેલા તાપી જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ “સુજલામ સુફલામ જળસંચય યોજના-3”નું સુપેરે આયોજન ધડી કાઢવામાં આવ્યું છે. જે મુજબ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન-વ-જિલ્લા વિકાસ અધિકારી કુ.નેહા સિંહ ની નિગરાની હેઠળ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા યોજના સહિત 14માં નાણાં પંચ અને અન્ય યોજનાઓ અંતર્ગત જિલ્લાના કુલ 199ગામોમાં નવા તળાવ બનાવવા સહિત જૂના તળાવોને ઊંડા કરવા, ચેકડેમ ડીસીલ્ટિંગ, ફિલ્ડ કેનાલ, કેનાલ ક્લીયરન્સ, ખેત તલાવડી જેવા 825 કામો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લાના સાતેય તાલુકાઓના 32,350 હજારથી વધુ શ્રમિકોને જોડવામાં આવ્યા છે. જેનાથી 90 હજારથી વધુ માનવદિન ઉત્પન્ન થવા પામેલ છે. છેલ્લા એક માસમાં આ શ્રમિકોને કુલ રૂ.150 લાખથી વધુનું મહેનતાણું ડાયરેક્ટ તેમના બેન્ક ખાતા મારફત ચૂકવવામાં આવ્યું છે.
“કોરોના” સંક્રમણને ધ્યાને રાખી મનરેગાના ચાલી રહેલા આ કામોમાં યોગ્ય સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શ્રમિકો માટે માસ્ક, અને કામના સ્થળે વારંવાર હાથ ધોવા માટેની વ્યવસ્થાઓ સાથે આરોગ્ય વિભાગની ટીમના સહયોગથી દરેક શ્રમિકોની આરોગ્ય ચકાસણી થાય તે પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. એમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.જે.નિનામાએ જણાવ્યુ છે. તાપી જિલ્લાના મહારાસ્ટ્રની સરહદને અડીને આવેલા કુકરમુંડા તાલુકાનાં કેવળામોઈ ગામના શ્રમિક દર્શના નાઇકે તેની તળપદી ભાષામાં રાજ્ય સરકાર દ્વારા “લોકડાઉન” જેવી સ્થિતિમાં ઘર આંગણે રોજગારી આપવાના આ કાર્યની સરાહના કરતા જણાવ્યુ હતું કે, “લોકડાઉનને કપરા સમયમાય જ્યારે આપહે આખો દેશમાય ધંધો રોજગાર બાધા બંધ હાય તોવે આપું સરકારે આપું ગાવાંમાય આપે લોકું આને આપું ગાવાં આરી ગોહમાય બેઠા બેઠા આપહાન રોજગારી પૂરી પાડહી આને બાધા ગરીબ મજૂર હાને ખૂબ આશીર્વાદ લેવલૂ કામ કહયો” તેમ જણાવ્યુ હતું. તો પાનીવારા ગામની રાજેશ્રી વળવી “આજે કોરોનને કારણે કાદો હોગે રોજગારી હારા કેશે નાઈ જાવાય તોવે બાધા જ ગોહ આંગણે જ આપહાન રોજગારી ઊભી કોરા પોડી ત્યાં હાટુ સરકારે આપહાન મજૂર પરિવારહાન માટે પાલક પિતા બોનહી” તેવો મત વ્યક્ત કર્યો હતો.સાથે આશા વળવી, અને અંકિતા વળવી એ પણ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500