Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વન નેશન,વન રાશન સ્કીમ લાગૂ કરવામાં આવશે,ઓગસ્ટ ૨૦૨૦ સુધી નેશનલ પોર્ટબિલિટીનું કામ કરવામાં આવશે

  • May 14, 2020 

નવી દિલ્હી:નાણામંત્રી નિર્મલા સીતારણે ગુરૂવારે આર્થિક પેકેજના ભાગ ૨ ની વિસ્તૃત માહિતી આપતા કહ્યું કે મજૂર, રેકડી, નાના ખેડૂતો માટે આજે જાહેરાત કરશે. નાણામંત્રીએ કહ્યું ''સરકારનું ધ્યાન ગરીબો અને શ્રમિકો પર છે. ખેડૂતોને લોનમાં વ્યાજ પર ૩૧ મે સુધી છૂટ આપવામાં આવી છે. નાના ખેડૂતોને રાહત દરે ૪ લાખ કરોડની લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે. નાણા મંત્રી રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે,આ સરકાર ગરીબો માટે છે. અમારે ગરીબથી ગરીબની મદદ કરવાની છે. ગરીબોના ઉત્થાનના મોદી સરકારે ઘણું કામ કર્યું છે. ત્રણ કરોડ ખેડૂતોને રાહત દર પર લોન આપવામાં આવી રહી છે. ૨૫ લાખ ખેડૂતો ક્રેડિટ કાર્ડ વહેંચવામાં આવ્યા છે.નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે,નાબોર્ડ ગ્રામીણ બેંકો દ્વારા ૨૯,૫૦૦ કરોડની મદદ ખેડૂતોને કરવામાં આવી. માર્ચ-એપ્રિલમાં ૮૬ હજાર કરોડની લોન આપવામાં આવી. ગ્રામીણ આધારભૂત માળખા માટે ૪૨૦૦  કરોડ આપ્યા. નાણામંત્રી રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે,ન્યૂનતમ દૈનિક મજૂરી વધારીને ૨૦૨  રૂપિયા કરવામાં આવી. રાજ્ય આપદા રાહત ફંડના ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. પ્રવાસી મજૂરોને મનરેગા હેઠળ રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રીએ પેકેજ પર જાણકારી આપતાં જણાવ્યું કે,તમામ મજૂરોને ન્યૂનતમ મજૂરીનો ફાયદો આપવાનો પ્રયત્ન કર્યો છે. ૧૦ માંથી ઓછા કર્મચારીવાળી સંસ્થા વાર્ષિક કર્મચારીઓના હેલ્થ ચેકઅપ કરાવે. એવી સંસ્થાઓને esic ના દાયરામાં સમાવેશ કરવામાં આવશે. ખતરનાક ક્ષેત્રમાં કામ કરનાર લોકો માટે esic જરૂરી છે. નાણામંત્રીએ કહ્યું, ૮ કરોડ પ્રવાસી મજૂરોને રાશન માટે ૩૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આગામી બે મહિના સુધી પ્રવાસી મજૂરોને ૫ કિલો રાશન મળશે. તેમાં ઘઉ, ચોખા ઉપરાંત ૧ કિલો ચણા પણ આપવામાં આવશે. 'વન નેશન, વન રાશન' સ્કીમ લાગૂ કરવામાં આવશે. ઓગસ્ટ ૨૦૨૦ સુધી રાશન કાર્ડની નેશનલ પોર્ટબિલિટીનું કામ કરવામાં આવશે. રાત્રે કામ કર્નાર મહિલઓ માટે નિયમ લાવવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નાણામંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે ૨૦ લાખ કરોડના મેગા રાહત પેકેજ હેઠળ ૧૫ મોટી જાહેરાતો કરી હતી. કોરોના સંકટથી અર્થવ્યવસ્થાને બહાર કાઢવા અને આર્થિક ગતિવિધિઓને ફરીથી પાટા પર લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦ લાખ કરોડના આર્થિકના પેકેજની જાહેરાત કરી હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application