Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બિહાર પગપાળા જવા નીકળેલા ૨૦ કામદારોને પરત મોકલાયા:૧૫૦ કિમી ચાલી ગયા પછી પોલીસે પરત મોકલ્યા

  • May 14, 2020 

Tapi mitra News:વતન જવાની લહાયમાં હજીરાથી પગપાળા નીકળેલા ૨૦ યુવાનો ૧૫૦ કિલોમીટરની મુસાફરી કરી પરત આવ્યા હતા. આ યુવાનો હજીરામાં બ્રેડ બનાવતી કંપનીમાં કામ કરતા હતા અને લોકડાઉનને કારણે કંટાળીને વતન જવા નીકળ્યા હતા. હવે પાછા રૂમ પર જઈ વતન જવા ટિકિટની વ્યવસ્થા કરવાની તૈયારી કરી છે. કોરોનાને કારણે લોકડાઉનમાં ફસાયેલા કામદારોની સ્થિતિ ઠેર ઠેર દયનીય જોવા મળી રહી છે. તેમાં કેટલાક એવા પણ છે કે તેઓ પગપાળા વતન જવાનું સાહસ કરી રહ્યાં છે. આવા જ ૨૦ યુવાનોને સિટીલાઈટ વિસ્તારમાં આરામ કરતા જોતા તેમને અહીં આરામ કરવાનું કારણ પુછ્યું. ત્યારે ખબર પડી કે પગપાળા બિહાર જવા નીકળ્યા હતા. આ અંગે ભોલુરામ નામના યુવાને જણાવ્યું હતું કે હજીરાની કંપનીમાં બ્રેડ બનાવવાનું કામ અમે કરીએ છીએ. લોકડાઉન બાદ વતન જવા માટે કોઈ વ્યવસ્થા થતી ન હતી. બીજી તરફ અહીં કામ વગર બેસીને કેટલા દિવસ કાઢવા. એના કરતા પગપાળા વતન જવાની હિંમત કરી નાંખી. એમાં અમે ૨૦ સાથીઓ જોડાયા હતા. ભોલુરામ વધુમાં જણાવ્યું હતું કે, ચાલતા ચાલતા હાઈ વે પર ૧૫૦ કિં.મી.થી વધુ અંતર કાપી નાંખ્યું હતું. ત્યાં જ એક જગ્યાએ પોલીસે પકડ્યા. તેમણે પુછપરછ કરી એટલે અમે બધી વાત સમજાવી દીધી. આથી પોલીસે અમને સમજાવ્યા અને પરત જવા કહ્યું. જવાના ત્રણ દિવસ અને આવવાના ત્રણ દિવસ અમારા એમ જ ગયા. હવે પાછા રૂમ પર જઈ વતન જવા ટિકિટની વ્યવસ્થા કરવાની તૈયારી કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application