Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં પણ નકલી પરમીટનું રેકેટ ઝડપાયુ:ઉમરા મામલતદારે નોîધાવી પોલીસ ફરીયાદ

  • May 14, 2020 

Tapi mitra News:સુરત કલેકટર દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓ અને વતન જતાં લોકોને પરવાનગી આપવાની શરૂઆત કરી છે. જો કે કેટલાંક લેભાગુ તત્વો તેનો લાભ ઉઠાવી લોકોની મજબુરીનો લાભ લઇ ખોટી પરમીટો આપી પૈસા ઉઘરાવતા હોવાની ફરીયાદો સામે આવી છે. તેમાં ઝારખંડ જવા માટે લેભાગુ તત્વોએ ત્રણ જેટલી પરમીટો બનાવી હોવાનું સામે આવતા કલેકટર તંત્ર દોડતુ થયું છે. આ અંગે ઉમરાના મામલતદારે ઉમરા પોલીસ મથકમાં આ અંગે ફરીયાદ નોધાવી છે. પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. આ અંગે મામલતદારે લોકોને અપીલ કરી છે કે,લેભાગુ તત્વોના ઝાંસામાં ન આવી નિયમ પ્રમાણે ઓનલાઇન પરવાનગી માટે અરજી કરો અને તંત્ર તમને જવા માટેની પરવાનગી આપશે. આમ સુરતમાં પણ નકલી પરમીટનું રેકેટ ઝડપાતા તંત્ર હરકતમાં આવ્યુ છે..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application