Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ-ઉકાઈમાં આરોગ્ય સેતુ એપમાં એક કોવિડ-19 પોઝિટિવ:લોકો મુંઝવણમાં મુકાયા

  • May 14, 2020 

Tapi mitra News:કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ગુજરાતમાં સતત વધી રહી છે. કોરોના વાયરસને ફેલાવવાથી રોકવા માટે કેન્દ્ર અને તમામ રાજ્યોની સરકાર દ્વારા દરેક જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. વડાપ્રધાને નાગરિકોને કોવિડ-19ના સંક્રમણથી બચવા ‘આરોગ્ય સેતુ એપ’ ડાઉનલોડ કરવા પણ ભલામણ કરી હતી. આપને જણાવી દઈએ કે આ આરોગ્ય સેતુ એપ યુઝરને કોરોનાના લક્ષણ છે કે નહીં તે બતાવે છે. ઉપરાંત, એપ યૂઝર્સ, જો કોઈ કોરોના સંક્રમિત લોકો પાસેથી પસાર થાય કે કોરોના લક્ષણ ધરાવતો વ્યક્તિ યુઝર્સની આસપાસ હોય તો તેની જાણકારી પણ નોટિફિકેશન દ્વારા મોકલે છે. તાપી જિલ્લાના સોનગઢ-ઉકાઈ વિસ્તારમાં આરોગ્ય સેતુ એપને લઈ લોકો મુંજવણ માં મુકયા છે સાથે જ લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. કારણ કે આ આરોગ્ય સેતુ એપમાં સોનગઢથી 10 કિ.મિ. એરિયા અને ઉકાઈ નજીકથી 5 કિ.મિ. એરિયામાં એક કેસ કોવિડ-19 પોઝિટિવ હોવાની માહિતી સામે આવી રહી છે.જેને લઈ લોકો મુંજવણ ભરી સ્થિતિમાં મુકાયા છે. આ બાબતે તાપીમિત્ર દ્વારા ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવતા વિગતવાર માહિતી જાણવા મળી હતી,ઉચ્છલ પોલીસ મથકે ફરજ બજવતા પોલીસ કોન્સ્ટેબલને થોડા દિવસ પહેલા પલસાણાના વરેલી ગામે શ્રમિકો અને પોલીસ વચ્ચે થયેલ બબાલમાં બંદોબસ્તમાં મુકવામાં આવ્યો હતો. આ બબાલમાં અટક કરવામાં આવેલ આરોપીઓને તા.8મી મે નારોજ મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા.ચેકઅપ દરમિયાન એક પોઝિટિવ કેસ મળી આવતા ડોકટરે ઓટીપી માટે મોબાઈલ નંબર માંગ્યો હતો તે સમયે આરોપી પાસે પોતાનો કોઈ ફોન નહિ હોવાથી કેદી પાર્ટીઓને લઇ ગયેલ પોલીસ કોન્સ્ટેબલનો મોબાઈલ નંબર આપવામાં આવ્યો હતો. હાલ પોલીસ કોન્સ્ટેબલ ઉકાઈના પાથરડા એરિયામાં રહેતો હોવાથી સોનગઢ-ઉકાઈ વિસ્તારમાં જે લોકોએ પોતાના મોબાઇલ ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી છે તેમને આ એપમાં એક કોવિડ-19 પોઝિટિવ હોવાની માહિતી મળી રહી છે. તાપી જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર તાપી જિલ્લામાં એકપણ કોરોના પોઝિટિવ દર્દી રહ્યું નથી વરેલી ખાતે બંદોબસ્તમાં ગયેલા 10 જેટલા પોલીસ જવાનોને આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે. High light-તા.8મી મે નારોજ મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા.ચેકઅપ દરમિયાન એક પોઝિટિવ કેસ મળી આવતા ડોકટરે ઓટીપી માટે મોબાઈલ નંબર માંગ્યો હતો તે સમયે આરોપી પાસે પોતાનો કોઈ ફોન નહિ હોવાથી કેદી પાર્ટીઓને લઇ ગયેલ પોલીસ કોન્સ્ટેબલનો મોબાઈલ નંબર આપવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application